Merry Christmas: ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ... કેમ જરૂરી છે ક્રિસમસ ટ્રી? જાણો કેટલી એવી જ રસપ્રદ વાતો

Merry Christmas 2019: ક્રિસમસ (Christmas)નો તહેવાર આજથી આખી દુનિયામાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર, આ દિવસ પ્રભુ યીશુનો જન્મ થયો હતો, ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ દર વર્ષે ક્રિસમસ (Christmas Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ના ફક્ત ચર્ચ પરંતુ દરેક જગ્યાએ આ પર્વની રોશની જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે આખરે ક્રિસમસ ઉજવવા પાછળનું કારણ શું છે.

Merry Christmas: ક્યાંથી આવ્યા સાંતા ક્લોઝ... કેમ જરૂરી છે ક્રિસમસ ટ્રી? જાણો કેટલી એવી જ રસપ્રદ વાતો

નવી દિલ્હી: ક્રિસમસ (Christmas)નો તહેવાર આજથી આખી દુનિયામાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર, આ દિવસ પ્રભુ યીશુનો જન્મ થયો હતો, ત્યારબાદ 25 ડિસેમ્બરના રોજ દર વર્ષે ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ના ફક્ત ચર્ચ પરંતુ દરેક જગ્યાએ આ પર્વની રોશની જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે આખરે ક્રિસમસ ઉજવવા પાછળનું કારણ શું છે. સાંતા ક્લોઝ કોણ છે. ક્રિસમસ ટ્રી કેમ શણગારવામાં આવે છે અથવા પછી કઇ જગ્યા એવી છે જ્યાં આ પર્વ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવે છે? આવો જાણીએ એવા કેટલાક પ્રશ્નોના રોચક જવાબો... 

શું છે ક્રિસમસ ટ્રીની કહાની
આ તહેવારમાં ક્રિસમસ ટ્રી (Christmas Tree) ની પોતાની એક અલગ જગ્યા છે. માનવામાં આવે છે કે યીશૂના જન્મના અવસર પર એક ઝાડને શણગારવામાં આવ્યું હતું, ત્યારબાદ ક્રિસમસ ટ્રીનું નામ આપવામાં આવ્યું. ક્રિસમસ ટ્રીને ચોકલેટ્સ, ઘણી બધી નાની-મોટી ગિફ્ટ હેમ્પર્સ, ચમકતા તારા, લાઇટ્સ વડે શણગારવામાં આવે છે. દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં ક્રિસમસની તૈયારી 2 મહિના પહેલાં શરૂ થઇને ક્રિસમસના દિવસ સુધી ચાલે છે. 

દુનિયાનું સૌથી ઉંચું ક્રિસમસ ટ્રી
જ્યારે પણ ક્રિસમસ સેલિબ્રેશનની વાત આવે તો સૌથી પહેલાં લંડન (London), પેરિસ (Paris), ન્યૂયોર્ક જેવા નામ સામે આવે છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું ક્રિસમસ ટ્રી, રિયો ડી જેનેરિયામાં છે, જે 278 ફૂટ લાંબુ છે. આ ક્રિસમસ ટ્રીની સૌથી ખાસ વાત એ છે કે આ એક ફ્લોટિંગ ક્રિસમસ ટ્રી છે એટલે કે દુનિયા સૌથી પ્રથમ તરતું ક્રિસમસ ટ્રી. જર્મનીમાં બસા ડોર્ટમુંડ, બર્લિન અને મ્યુનિક જેટલું પોપ્યુલર ભલે ના હોય, પરંતુ આ પોતાના ક્રિસમસ સેલિબ્રેશન માટે એકદમ લોકપ્રિય છે. દર વર્ષે અહીં 145 ફૂટ ઉંચા ક્રિસમસ ટ્રીને શણગારવામાં આવે છે. 

સંત નિકોલસથી બન્યો સાંતા ક્લોઝ
ક્રિસમસ ટ્રી ઉપરાંત જો કે બીજું ક્રિસમસ પર ફેમસ છે તો તે છે સાંતા ક્લોઝ. સાંતા ક્લોઝ (Santa Clause) ને સંત નિકોલસનું રૂપ ગણવામાં આવે છે. જોકે સંત નિકોલસને બાળપણથી જ ભગવાન યીશુમાં ઉંડી આસ્થા હતી, ત્યારબાદ મોટા થઇને તે ઇસાઇ ધર્મના પાદરી અને પછી બિશપ બન્યા. સંત નિકોલસને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. જેના લીધે તે જરૂરિયાતમંદ બાળકોને ભેટ આપવા જતા હતા. સંત પોતાની બધી ભેટ અડધી રાત્રે જ આપતાં હતા કારણ કે તે પોતાની ઓળખ લોકો સમક્ષ લાવવા માંગતા ન હતા.

કોકા કોલાની દેન છે સાંતા ક્લોઝનો પોશાક
ઘણા ઓછા લોકોને ખબર હશે કે સાંતા ક્લોઝના સફેદ અને લાલ કપડાં પાછળ કોકા કોલા (Coca Cola) નો સૌથી મોટો હાથ છે. જોકે કોકા કોલાના જાહેરાત અભિયાને લાલ અને સફેદ રંગના કપડાંમાં સાંતાની છબિને ખાસ લોકપ્રિય બનાવી દીધી હતી, ત્યારબાદ દરેક જગ્યાએ સાંતાને સફેદ અને લાલ રંગના ડ્રેસમાં જ એકસેપ્ટ કરવામાં આવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news