Navratri 2021: આજે નવલી નવરાત્રિનું ત્રીજુ નોરતુ, આજના દિવસે આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના

આજે  નવરાત્રિના તહેવારનું ત્રીજી નોરતું છે. નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન માતાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ પર્વમાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દુર્ગા માતાના ચંદ્રઘંટા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ત્રીજું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે.

Navratri 2021: આજે નવલી નવરાત્રિનું ત્રીજુ નોરતુ, આજના દિવસે આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજા-અર્ચના

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે  નવરાત્રિના તહેવારનું ત્રીજી નોરતું છે. નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન માતાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ પર્વમાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દુર્ગા માતાના ચંદ્રઘંટા રૂપની ત્રીજા નોરતે પૂજા કરવામાં આવે છે. માતાનું આ ત્રીજું રૂપ રાક્ષસોના વધ કરવા માટે ઓળખવામાં આવે છે.

દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે. આ ચક્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.  

મહત્વનું છે કે, ત્રીજા નોરતે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુકુટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે. પોતાના આ અદભૂત મુકુટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે. મા ચંદ્રઘંટાનુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા દેવા અસ્ત્ર ધારણ કરેલા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની છે.  માન્યતા છે કે, હાથમાં તલવાર, ત્રિશૂળ, ગદા અને ધનુષ હોય છે. તેમની ઉત્પતિ ધર્મની રક્ષા અને સંસારમાં અંધકાર દૂર કરવા માટે થઈ છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની સાધના કરી દુર્ગા સપ્તશતીના પાઠ કરનારા ઉપાસકને સંસારમાં યશ, કીર્તિ અને સમ્માન મળે છે.

આ રીતે કરો મા ચંદ્રઘંટાની પૂજાઃ
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટની પૂજા માટે ખાસ લાલ રંગના ફૂલો ચઢાવવામાં આવે છે. આ સાથે ફળમાં પણ લાલ કલરના ફળનો ભોગ ચઢાવવામાં આવે છે. આ દરમિયાન મંત્ર પઢતા સમયે મંદિરની ઘંટડી જરૂર વગાડવી જોઈએ. કેમ કે ચંદ્રઘંટાની પૂજામાં ઘંટનું ખાસ મહત્વ હોય છે. ઘંટના અવાજથી ચંદ્રઘંટા પોતાના ભક્તો પર હંમેશા પોતાની કૃપા વરસાવે છે. માતા ચંદ્રઘંટાને દૂધ અને તેનાથી બનેલી વાનગીનો ભોગ ચઢાવવો અને તેનું દાન પણ કરવું. 

માતા ચંદ્રઘંટાની પૂજાનો મંત્રઃ
"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः। 
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"

પિણ્ડજપ્રવરારૂઢા ચણ્ડકોપાસ્તકેર્યુતા ।
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા ॥

રૂદ્રાક્ષની માળા અથવા લાલ ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news