ઓક્ટોબર મહિનામાં આ 3 રાશિના જાતકો બની જશે ધનવાન, 31 તારીખ સુધી થશે મા લક્ષ્મીની કૃપા

મા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિનું જીવન શુખમય બને છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર ઓક્ટોબર મહિનામાં કેટલાક જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. 

ઓક્ટોબર મહિનામાં આ 3 રાશિના જાતકો બની જશે ધનવાન, 31 તારીખ સુધી થશે મા લક્ષ્મીની કૃપા

નવી દિલ્હીઃ ઓક્ટોબર મહિનામાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. આ ગ્રહોનું રાશિ પરિવર્તન કરવાથી કેટલાક જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા શરૂ થઈ જશે. મા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિનું જીવન સુખમય થઈ જાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર ઓક્ટોબર મહિનામાં કેટલાક જાતકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. મા લક્ષ્મીની કૃપાથી આ જાતકો પર દરેક કાર્યમાં સફળતા મળશે. આવો જાણીએ ઓક્ટોબર મહિનામાં કયા જાતકોને લાભ મળશે. 

મેષ રાશિ
જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધાર થશે.
કારોબારની સ્થિતિમાં સુધાર થશે.
લાભની તક મળશે.
નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.
શૈક્ષણિક કાર્યો તથા બૌદ્ધિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે.
સંતાન તરફથી સુખદ સમાચાર મળશે.
કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.
આવકમાં વધારો થઈ શકે છે. 

મિથુન રાશિ
મન પ્રસન્ન રહેશે.
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
કાર્યક્ષેત્રની સ્થિતિમાં સુધાર થશે.
નોકરીમાં પરિવર્તનની તક મળી શકે છે.
ખર્ચમાં કમી તથા પારિવારિક સમસ્યાઓનું સમાધાન થશે.
શૈક્ષણિક કાર્યોમાં સુધાર થશે.
આવકમાં વધારાના નવા સાધન મળી શકે છે.
રિચર્ચ કાર્ય માટે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. યાત્રા લાભદાયક રહેશે.
નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે.
વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ
આત્મવિશ્વાસ સારો રહેશે.
કોઈ પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે.
શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે.
કોઈ સંપત્તિથી ધનલાભનો યોગ બની રહ્યો છે.
વાહન સુખમાં વૃદ્ધિ થશે.
નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે.
ભાઈ-બહેનોનો સાથ મળી શકે છે. 
કોઈ મિત્રના સહયોગથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.
આવકમાં વધારો થશે.
સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news