Puja Vidhi Of Somvar: સોમવારે આ રીતે કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના થશે પુર્ણ

Puja Vidhi Of Somvar: શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે તમારાથી આખો શ્રાવણ માસ પાળી ન શકાય તો શ્રાવણના સોમવાર કરવાથી આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે.

Puja Vidhi Of Somvar: સોમવારે આ રીતે કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના થશે પુર્ણ

Savan Maas 2023: શ્રાવણ સોમવારના વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો મુજબ સોમવારનુ વ્રત ત્રણ પ્રકારનુ હોય છે. સોમવાર, સોળ સોમવાર અને સૌમ્ય પ્રદોષ. સોમવારના વ્રતની વિધિ બધા વ્રતોમાં સમાન હોય છે. આ વ્રતને શ્રાવણ મહિનામાં શરૂ કરવુ શુભ માનવામાં આવે છે.

લોકવાયકા મુજબ ભગવાન શિવને સોમવાર વિશેષ પ્રિય હોય છે. શ્રાવણ મહિના દરમિયાન આવતા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. બિલિપત્ર, દૂધ-જળથી ભોળાનાથનો અભિષેક કરીને તેમની કૃપા મેળવવામાં આવે છે. કહેવાય છે તમારાથી આખો શ્રાવણ માસ પાળી ન શકાય તો શ્રાવણના સોમવાર કરવાથી આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે.

No description available.

શ્રાવણ સોમવર પૂજા સામગ્રી
ભગવાન ભોલેનાથની પૂજા માટે શ્રાવણ માસ સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે અને તેમના આશીર્વાદ મેળવી શકાય છે. આ માટે પૂજામાં ગંગાજળ, બેલપત્ર, કાચું દૂધ, કાળા તલ, મીઠાઈ, ખાંડ, ધતુરા, શમીના પાન, મધ વગેરેનો સમાવેશ કરો.

શ્રાવણ સોમવાર 2023 પૂજા-વિધિ
-શ્રાવણ માસના પ્રથમ સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અને શુદ્ધ મનથી હાથમાં જળ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો.
-આ પછી ભગવાન ભોલેનાથનો જલાભિષેક દૂધ અને ગંગાજળમાં મિશ્રિત જળથી કરો. હવે ખાંડ અને મધ ચઢાવો. આ પછી -ભગવાન ભોલેનાથને ધતુરા અને બેલપત્ર ચઢાવો.
-હવે હાથ જોડીને પ્રણામ કરો અને તેમની સામે ઘીનો દીવો કરો.
-આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
ખબર છે... કયા સમયે પાણી પીવું યોગ્ય અને કયા સમયે ઝેર સમાન? વાંચી લો
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news