શુક્ર ગોચર 2023: 30 મે સુધી આ રાશિના જાતકોને જલસા, ધનલાભ સાથે જીવનમાં મળશે સફળતા

Shukra Gochar 2023: ધન-વિલાસ, પ્રેમ અને રોમાન્સનો કારક ગ્રહ શુક્રએ મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. શુક્ર ગોચરથી બનેલો શુભ યોગ ત્રણ રાશિના જાતકોને ફાયદો કરાવશે. 
 

શુક્ર ગોચર 2023: 30 મે સુધી આ રાશિના જાતકોને જલસા, ધનલાભ સાથે જીવનમાં મળશે સફળતા

નવી દિલ્હીઃ Venus Transit 2023 in Gujarati: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ શુક્ર ગ્રહ રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તમામ 12 રાશિઓની આર્થિક સ્થિતિ, જીવનધોરણ અને તેમના જીવનમાં પ્રેમ પ્રભાવિત થાય છે. તાજેતરમાં 2 મેના રોજ શુક્ર સંક્રમણ કરીને મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર 30મી મે સુધી મિથુન રાશિમાં રહેશે. તેની શુભ અસર 3 રાશિના લોકો પર પડશે. ચાલો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે, શુક્રનું ગોચર કોને લાભ આપશે.

શુક્ર ગોચરથી આ જાતકોને થશે લાભ
વૃષભ રાશિઃ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને શુક્ર ગોચરથી આ રાશિના લોકોને જલસા પડી જશે. આ જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. તમને કોઈ મોટું પદ મળી શકે છે. ઓફિસમાં તમને સન્માન, પદ, અધિકાર મળશે. મીડિયા, કલા જગત સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. 

કન્યા રાશિઃ શુક્ર ગોચર કન્યા રાશિના જાતકોને મોટો લાભ આપશે. વેપારમાં મોટી સફળતા મળી શકે છે. નવા ઓર્ડર મળશે, જેથી તમારા ધંધામાં લાભ થશે. તમારા કરિયરમાં આગળ વધવાનો માર્ગ ખુલશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સારો સમય છે. 

ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન મોટો લાભ આપશે. ભાગીદારીમાં કામ કરનારને મોટી સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધ મજબૂત થશે. તમને પાર્ટનરનો સાથ મળશે. જો તમે સિંગલ છો તો લગ્ન નક્કી થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news