દિવાળી પહેલા બે શક્તિશાળી ગ્રહોનું ગોચર, 3 નવેમ્બરથી 4 રાશિવાળાનું ભાગ્ય રાજા જેવું બનશે, અણધાર્યો ધનલાભ થશે

Shukra And Shani: નવેમ્બર મહિનામાં શુક્ર અને શનિ પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. આ બે મોટા ગ્રહોની સ્થિતિમાં ફેરફારની તમામ 12 રાશિઓ પર પડશે. જાણો કોને થશે લાભ...

દિવાળી પહેલા બે શક્તિશાળી ગ્રહોનું ગોચર, 3 નવેમ્બરથી 4 રાશિવાળાનું ભાગ્ય રાજા જેવું બનશે, અણધાર્યો ધનલાભ થશે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર અને શનિને મહત્વપૂર્ણ ગ્રહ ગણવામાં આવ્યા છે. શુક્ર સુખ સંપત્તિ, વિલાસિતા, ઐશ્વર્ય અને ધન વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શનિ ગ્રહોના ન્યાયધીશ એટલે કે ન્યાયના દેવતા અને કર્મફળદાતા છે. શનિ દરેક જાતકને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. શુક્ર અને શનિના જાતકોની કુંડળીમાં શુભ સ્થિતિ ફર્શથી અર્શ સુધી પહોંચાડી શકે છે. જ્યારે તેનાથી વિપરિત અશુભ સ્થિતિ જાતકોને માનસિક, શારીરિક અને આર્થિક કષ્ટ પહોંચાડી શકે છે. 

હવે દિવાળી પહેલા બે મોટા ગ્રહોની સ્થિતિમાં ફેરફાર  થવા જઈ રહ્યો છે. 12 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે. શુક્ર દિવાળીના થોડા દિવસ પહેલા 3 નવેમ્બરના રોજ સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેના બરાબર બીજા દિવસે 4 નવેમ્બર શનિદેવ કુંભ રાશિમાં વક્રીમાંથી માર્ગી અવસ્થામાં આવશે. કોઈ પણ ગ્રહની માર્ગી અવસ્થાનો અર્થ તેની સીધી ચાલ સાથે છે. શુક્ર અને શનિની સ્થિતિમાં આ ફેરફાર ચાર રાશિવાળાના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે. જાણો આ રાશિઓ વિશે...

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે નવેમ્બર મહિનો અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને આક્મિક ધનલાભના યોગ બની શકે છે. નોકરીયાતોની આવકમાં વૃદ્ધિની સાથે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. પાર્ટનર સાથે સારો તાલમેળ રહેશે. વેપારીઓ માટે પણ આ સમય લાભકારી રહેશે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે આ વર્ષ દિવાળીનું પર્વ ભેટ લઈને આવી શકે છે દિવાળી પહેલા શુક્ર અને શનિ તમારા પર કૃપા વરસાવી શકે છે. આ બંને ગ્રહોના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. સુખદ સમાચાર મળી શકે છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શુક્ર અને શનિની સ્થિતિમાં પરિવર્તન જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવી શકે છે. તમારી મહેનત રંગ લાવશે. તમને આર્થિક સંપત્તિ મળી શકે છે. ધન સંબંધી મામલાનો ઉકેલ આવશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલા નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. 

મકર રાશિ
મકર રાશિવાળા માટે શુક્ર અને શનિ જીવનમાં ખુશીઓ લાવી શકે છે. દિવાળી પહેલા આ બંને ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનથી મકર રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે. કરિયર સંલગ્ન સારી તકો સામે આવી શકે છે. ધનલાભના યોગ બનશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news