7 ઓગસ્ટ સુધી અત્યંત વૈભવ-સુખ સમૃદ્ધિવાળું જીવન જીવશે આ 4 રાશિવાળા, બેંક બેલેન્સ વધશે
shukra vakri 2023: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. એવું કહે છે કે જ્યારે પણ કોઈ ગ્રહ ગોચ કરે કે વક્રીમાર્ગ થાય તો તેની શુભ અને અશુભ અસર તમામ રાશિના જાતકોના જીવન પર પડતી હોય છે.
Trending Photos
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. એવું કહે છે કે જ્યારે પણ કોઈ ગ્રહ ગોચ કરે કે વક્રીમાર્ગ થાય તો તેની શુભ અને અશુભ અસર તમામ રાશિના જાતકોના જીવન પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે 23 જુલાઈના રોજ શુક્ર કર્ક રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. આ દિવસે સવારે 6.01 મિનિટ પર કર્ક રાશિમાં વક્રી થશે અને 7 ઓગસ્ટ સુધી આ જ અવસ્થામાં કર્ક રાશિમાં રહેશે.
અત્રે જણાવવાનું કે શુક્ર ધન, સમૃદ્ધિ, યશ, ભૌતિક સુખ વગેરેનો કારક ગ્રહ છે. શુક્રની કુંડળીમાં મજબૂત સ્થિતિ હોય તો જાતકોને તે સેક્ટરો સાથે જોડાયેલી ચીજોની પ્રાપ્તિ થાય છે. જ્યારે શુક્ર નબળો હોય તો વ્યક્તિએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન કઈ રાશિવાળાને બંપર લાભ થશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર વક્રી થાય ત્યારે આ રાશિવાળાને સારા પરિણામ મળશે. આ સમય પોતાને સાચા સાબિત કરવાનો સુવર્ણ અવસર છે. કરિયરમાં પ્રગતિ થશે. એટલું જ નહીં જીવનમાં પણ સંતુષ્ટિનો અહેસાસ થશે. વેપારી વર્ગને પણ લાભ થશે. બિઝનેસમાં નફો થશે. આ દરમિયાન પ્રેમ સંબંધમાં સંભાળીને રહેજો.
સિંહ રાશિ
અત્રે જણાવવાનું કે શુક્રની કૃપાથી સિંહ રાશિવાળાને કરિયરમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સીનિયરોનો સહયોગ મળશે. એટલું જ નહીં પ્રગતિથી સંતુષ્ટી મળશે. પરિવારનો સાથ રહેશે. અપરણિત લોકોના લગ્નનો યોગ બની રહ્યો છે. લગ્ન જીવનમાં સુખ મળશે.
કન્યા રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સમય વધુ ધન કમાવવામાં સફળ રહેશો. જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. વિદેશ જવાના નવા રસ્તા ખુલશે. પિતાનો પૂરો સહયોગ મળશે. એટલું જ નહીં કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા બંનેની પ્રાપ્તિ થશે. સકારાત્મક પરિણામ મળશે. આર્થિક દ્રષ્ટિકોણથી તે શુભ રહેશે.
મકર રાશિ
શુક્રની કર્ક રાશિમાં વક્રી દશાથી આ રાશિવાળાને શુભ ફળ મળશે. અત્રે જણાવવાનું કે 7માં ભાવમાં શુક્ર તમારા માટે લાભની સ્થિતિ લાવી રહ્યા છે. ધન મેળવવાના મામલે ફાયદો થશે. વ્યક્તિને જીવનમાં સંતોષ મળશે. આ સાથે જ ભાગ્યનો પણ સાથ મળશે. કરિયર સંલગ્ન શુભ ફળોની પ્રાપ્તિ થશે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. શેર માર્કેટમાં જો પૈસાનું રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમય લાભદાયી રહી શકે છે. જો કે પૈસાના રોકાણ કરતા પહેલા એકવાર એક્સપર્ટની સલાહ જરૂર લેજો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે