સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!
ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
Trending Photos
વૈદિક જ્યોતિષમાં સૂર્ય ગ્રહનું ખાસ સ્થાન છે. આ કારણે તેને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. દર મહિને સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરે છે. જેને સંક્રાંતિ કહે છે. સૂર્ય એકમાત્ર એવો ગ્રહ છે જે અસત ઉદય અને વક્રી થતો નથી. પરંતુ દર 14 દિવસ બાદ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થાય છે.
જ્યારે જ્યારે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. પંચાંગ મુજબ આજે એટલે કે 24 ઓક્ટોબર 2024ના રોજ જ્યોતિષની ભાષામાં વહેલી પરોઢે 12.52 વાગે સૂર્યએ રાહુના નક્ષત્ર સ્વાતિમાં ગોચર કર્યું છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને સૌથી વધુ શુભ પ્રભાવ પડશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
રાહુના નક્ષત્રમાં સૂર્ય ગોચરથી સૌથી વધુ લાભ વૃષભ રાશિના જાતકોને થઈ શકે છે. નોકરીયાત જાતકોને આવકમાં વધારો થશે. જેનાથી તેમને માનસિક શાંતિનો અહેસાસ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ આવશે. માતા તરફથી ગિફ્ટ મળી શકે છે. જે લોકોની તબિયત છેલ્લા કેટલાક દિવસથી ખરાબ છે તેમની તબિયત સુધરે તેવા ચાન્સ છે.
સિંહ રાશિ
સૂર્ય ગોચરનો સકારાત્મક પ્રભાવ સિંહ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર પડશે. મૌસમી બીમારીઓથી છૂટકારો મળશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તેમને જલદી નવી જોબ મળી શકે છે. વેપારીઓના કામકાજમાં વધારો થશે. જેનાથી નફો વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મીન રાશિ
સૂર્યનું નક્ષત્ર પરિવર્તન મીન રાશિના જાતકો માટે સારું રહેશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. પરિણીત લોકોનું લગ્નજીવન સુખમય રહેશે. પાર્ટનર સાથે રોમેન્ટક પળો વીતાવવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીયાત જાતકોના પગારમાં વધારો થશે. જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. વેપારીઓને નફામાં વધારો થવાની શક્યતા છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે