Tulsi Roots Totke: દેવું ચૂકવી છકતા નથી તો તુલસી મૂળનો કરો આ ચમત્કારી ટોટકો, ધનના થશે ઢગલા

Tulsi Upay: તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. તુલસીના પાનના ઉપયોગ સિવાય તેના મૂળના ઉપયોગથી કરેલા કેટલાક ઉપાય વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. આજે તમને જણાવીએ તુલસીના મૂળના એવા ઉપાય વિશે જેને કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. 
 

Tulsi Roots Totke: દેવું ચૂકવી છકતા નથી તો તુલસી મૂળનો કરો આ ચમત્કારી ટોટકો, ધનના થશે ઢગલા

Tulsi Upay: સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. એવા પરિવારની પ્રગતિને કોઈ અટકાવી શકતું નથી જે નિયમિત તુલસી પૂજા કરતા હોય. ધાર્મિક મહત્વ હોવાની સાથે તુલસીમાં આયુર્વેદિક ગુણ પણ હોય છે. દરેક હિન્દુ વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. તુલસીના પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. તુલસીના પાનના ઉપયોગ સિવાય તેના મૂળના ઉપયોગથી કરેલા કેટલાક ઉપાય વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. આજે તમને જણાવીએ તુલસીના મૂળના એવા ઉપાય વિશે જેને કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

તુલસીના મૂળના ઉપાય
ગ્રહદોષ દૂર કરવા

જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ નબળી સ્થિતિમાં હોય અને તેના કારણે તમારે સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો તમે આ ઉપાય કરી શકો છો. ગ્રહ દેશની શાંત કરવા માટે તુલસીના મૂળનો ટુકડો લઈ તેને લાલ કપડામાં બાંધીને પોતાની પાસે રાખવાનું શરૂ કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે અને જીવન પર આવતા સંકટ દૂર થાય છે. 

કાર્યોમાં સફળતા માટે
જો તમે અનેક પ્રયત્ન કરતા હોય છતાં પણ ઇચ્છત સફળતા પ્રાપ્ત થતી ન હોય તો તુલસીના મૂળનો આ ઉપાય કરવો. તેના માટે તુલસીના મૂળનો એક ટુકડો લઇ તેને ગંગાજળ થી સાફ કરીને પીળા કપડામાં બાંધીને પોતાની સાથે રાખો. આમ કરવાથી વ્યક્તિના અટકેલા કામ પણ પૂરા થવા લાગે છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ધનપ્રાપ્તિ માટે
ઘણા લોકો આર્થિક તંગીથી પરેશાન રહેતા હોય છે. જો ઘરમાં પૈસા ટકતા ન હોય તો આ ઉપાય કરવો. તેનાથી તમારી કિસ્મત ચમકી જશે. તેના માટે રોજ તુલસીમાં પાણી અર્પણ કરવું. સાથે જ સવારે અને સાંજે તુલસી સામે દીવો કરવો. તમે તુલસીના મૂળનો એક ટુકડો લાલ કપડામાં બાંધીને ગળામાં પહેરી પણ શકો છો. કામ કરવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુધરે છે.

આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news