10 વર્ષ બાદ મંગળ-શુક્ર આવશે નજીક, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ થશે, સુખ-સંપત્તિ વધશે

10 વર્ષ બાદ મંગળ-શુક્ર આવશે નજીક, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ થશે, સુખ-સંપત્તિ વધશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં ગોચર કરીને અન્ય ગ્રહ સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં મકર રાશિમાં મંગળ અને શુક્ર ગ્રહની યુતિ બની રહી છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહ વિલાસતા, વૈભવ, ધન, ઐશ્વર્ય, ભૌતિક સુખ અને કામના કારક મનાય છે. જ્યારે મંગળ ગ્રહ શૌર્ય, વીરતા, સાહસ, ક્રોધના કારક મનાય છે. આવામાં આ બંને ગ્રહોની યુતિની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે કે જે આ સમય દરમિયાન ચમકી શકે છે. આ લોકોને ધન સંપત્તિમાં લાભ થઈ શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...

મેષ રાશિ
મંગળ અને શુક્રની યુતિ આ લોકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના કર્મ  ભાવ પર બનવા જઈ રહી છે. જ્યારે મંગળ ગ્રહ તમારી રાશિના સ્વામી પણ છે. આથી આ સમયે તમને કામ કારોબારમાં શાનદાર સફળતા મળી શકે છે. નોકરીયાતોને નોકરીમાં નવી તકો મળી શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો શુભ સાબિત થશે. સારા ઓર્ડર મળવાથી ધનલાભ થઈ શકે છે. પિતાનો સહયોગ મળશે. પિતા સાથે સંબંધ પણ મજબૂત થશે. 

ધનુ રાશિ
મંગળ અને શુક્રનો સંયોગ તમારા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. આ સાથે જ તમને ધનના રોકાણમાં સારું રિટર્ન મળશે. જે લોકો અપરણીત છે તેમના જીવનમાં શુક્ર અને મંગળની યુતિ પ્રેમ સુખ વધારનારી ગણાઈ રહી છે. આ સાથે જ આ સમયગાળામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. વાણી પ્રભાવ વધશે, જેનાથી લોકો ઈમ્પ્રેસ થશે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે મંગળ અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના નવમ ભાવ પર બની રહી છે. આથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. વિચારેલી યોજનાઓમાં તમને સફળતા મળશે. વૃષભ રાશિવાળાને શિક્ષણ ક્ષેત્રે લાભ થશે અને તમને ધનના રોકાણમા સારું રિટર્ન મળશે. આ સાથે જ તમે દેશ વિદેશની મુસાફરી પણ કરી શકો છો. જે શુભ  રહેશે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news