આ વર્ષે લગ્નની તૈયારી કરી રહ્યાં હોવ તો જાણી લો આખા વર્ષના શુભ મુહૂર્તની યાદી

આ વર્ષે લગ્નની તૈયારી કરી રહ્યાં હોવ તો જાણી લો આખા વર્ષના શુભ મુહૂર્તની યાદી

નવી દિલ્લીઃ માંગલિક કાર્ય હોય કે પછી લગ્ન પ્રસંગ દરેક કામમાં ગ્રહ-નક્ષત્રની સ્થિતિ પર નિર્ધારિત હોય છે. લગ્ન પ્રસંગમાં શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ કારણે જ જ્યારે શુક્ર  અને ગુરુ ગ્રહ અસ્ત હોય ત્યારે લગ્ન પ્રસંગોનું આયોજન કરવામાં નથી આવતું. અને જ્યારે બંને ગ્રહોનો ઉદય થાય છે એટલે લગ્નગાળો શરૂ થઈ જાય છે. જ્યોતિષચાર્ય મુજબ, એપ્રિલ મહિનામાં ચૈત્રી પૂર્ણિમા થતાં જ લગ્નનો સમયગાળો શરૂ થઈ જશે. 17 એપ્રિલથી પ્રારંભ થઈને 8 જુલાઈ વચ્ચે લગ્નના શુભ મુહૂર્ત છે. તે પછી અમુક મહિનાઓ લગ્ન પ્રસંગ નહીં થઈ શકે. જાણો જુલાઈની સાથે વર્ષ 2022માં ક્યારે ક્યારે લગ્નના શુભ મુહૂર્ત છે. જ્યોતિષચાર્યો મુજબ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં લગ્નનું કોઈ શુભ મુહૂર્ત નથી.

એપ્રિલમાં લગ્નના શભ મુહૂર્તઃ
એપ્રિલ મહિનામાં 17 તારીખથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે. તે બાદ 19 એપ્રિલ, 21 એપ્રિલ, 22 એપ્રિલ, 23 એપ્રિલ અને 28 એપ્રિલે લગ્નના શુભ મુહૂર્ત છે.

અન્ય મહિનાઓમાં લગ્નના શુભ મુહૂર્તઃ

મે મહિનામાં લગ્નના શુભ મુહૂર્તઃ
મે મહિનામાં કુલ 13 શુભ યોગ બને છે. જેમાં 2, 3, 9, 10, 11, 12, 13, 17, 18, 20, 25, 26 અને 31 મેએ લગ્નનું શુભ મુહૂર્ત છે.

જૂન મહિનામાં લગ્નના શુભ મુહૂર્તઃ
જૂન મહિનામાં ફક્ત 9 લગ્નના શુભ મુહૂર્ત છે. જેમાં 6, 8, 12, 13, 14, 15, 16, 21 અને 22 જૂને લગ્નનું શુભ મુહૂર્ત છે.

જુલાઈ મહિનામાં લગ્નના શુભ મુહૂર્તઃ
જુલાઈ મહિનામાં લગ્નના માત્ર 4 શુભ મુહૂર્ત છે. જે 3, 5, 6 અને 8 જુલાઈએ છે.

નવેમ્બર મહિનામાં લગ્નના શુભ મુહૂર્તઃ
નવેમ્બર મહિનામાં કુલ 4 દિવસ લગ્નના શુભ મુહૂર્ત છે. જે 21, 24, 25 અને 27 તારીખે છે. 

ડિસેમ્બર મહિનામાં લગ્નના શુભ મુહૂર્તઃ
ડિસેમ્બર મહિનામાં લગ્ન પ્રસંગ માટે કુલ 5 શુભ યોગ છે. જે 2, 7, 8, 9 અને 14 ડિસેમ્બરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news