13 નંબર કેમ માનવામાં આવે છે અશુભ? ભારતીય જ્યોતિષમાં છુપાયેલું છે 'રાઝ'

why 13 number so unlucky: 13 નંબરને અશુભ માનવામાં આવે છે. આ કારણે હોટલ અને મોટી ઈમારતમાં 13મો ફ્લોર હોતો નથી. તો લિફ્ટમાં 13 નંબરનું બટન હોતું નથી. આવો જાણીએ આખરે કેમ 13 નંબરને અશુભ માનવામાં આવે છે.

13 નંબર કેમ માનવામાં આવે છે અશુભ? ભારતીય જ્યોતિષમાં છુપાયેલું છે 'રાઝ'

નવી દિલ્હીઃ ઈસાઈ ધર્મમાં 13 તારીખ શુક્રવારે પડે છે તો તે દિવસને અશુભ માનવામાં આવે છે. ઈસાઈ ધર્મમાં 13 નંબર ખુબ અશુભ હોય છે. આ દિવસે કોઈ શુભ કામ કરવામાં આવતા નથી. એટલું જ નહીં મોટી ઈમારતોમાં 12માં ફ્લોર બાદ સીધો 14મો ફ્લોર હોય છે. તો હોટલમાં પણ 13 નંબરનો રૂમ હોતો નથી. આવો જાણીએ ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં 13 નંબરને શુભ માનવામાં આવે છે કે અશુભ.

13 નંબર કેમ છે અશુભ
ઈસાઈ ધર્મમાં 13 નંબરને લઈને ઘણા રહસ્યો અને ઘણી માન્યતાઓ છે. 13 નંબર એટલા માટે અશુભ માનવામાં આવે છે કારણ કે ઈસા મસીહે પોતાના અનુયાયીઓ સાથે જે અંતિમ ભોજન કર્યું હતું તેમાં જૂડસ સહિત 13 લોકો હતા. તો જૂડસે ઈસાની સાથે તે સમયે વિશ્વાસઘાત કર્યો હતો, જે કારણે ઈસા મસીહને સૂળી પર ચડાવવામાં આવ્યા હતા. જ્યારે ઈસાને સૂડી પર ચડાવવામાં આવ્યા તે દિવસે શુક્રવાર હતો. તેવામાં જે 13 તારીખ શુક્રવારે હોય છે તેને અશુભ માનવામાં આવે છે. 

Add Zee News as a Preferred Source

ભારતીય જ્યોતિષમાં 13 નંબર શુભ છે કે અશુભ
ભારતીય જ્યોતિષમાં કોઈપણ નંબરને અશુભ માનવામાં આવતો નથી. દરેક નંબરના સારા અને ખરાબ બંને પ્રભાવ વિશે જણાવવામાં આવ્યું છે. 13 નંબરની વાત કરીએ તો તેના સારા અને ખરાબ બંને પ્રભાવ છે. બૃહસ્પતિ ગ્રહ સૌભાગ્યનું પ્રતીક હોય છે, પરંતુ જ્યારે બૃહસ્પતિ કોઈ રાશિમાં 13માં સ્થાન પર હોય તો તેની અશુભ અસર પડે છે. તેવામાં વ્યક્તિએ જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે છે. 

13 તારીખ છે શુભ
તો ધાર્મિક દ્રષ્ટિની વાત કરીએ તો 13 તારીખને શુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર ત્રિયોદશીના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા શુભ માનવામાં આવે છે. મહાશિવ પણ મહિનાના 13માં દિવસે થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા અને માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news