Ujjain Vedic Clock: ઉજ્જૈનમાં લાગી દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળ, હવે ટાઇમ સાથે ખબર પડશે શુભ મુહૂર્ત

Ujjain Vedic Clock: ગત ગુરૂવારે પીએમ મોદી ઉજ્જૈનમાં વૈદિક ઘડીયાળનું લોકાર્પણ કર્યું હતું. દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળને મહાકાળની નગરીમાં સ્થાપિત કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘડીયાળ ટાઇમની સાથે શુભ મુહૂર્ત પણ બતાવશે. 

Ujjain Vedic Clock: ઉજ્જૈનમાં લાગી દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળ, હવે ટાઇમ સાથે ખબર પડશે શુભ મુહૂર્ત

Vedic Clock Time: 29 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીએ મહાકાળની નગરી ઉજ્જૈનમાં વૈદિક ઘડીયાળનું લોકાર્પણ કર્યું હતું. તેને જ્યોતિષીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામં આવે છે. સાથે જ ઉજ્જૈન મહાદેવના દર્શન પહોંચનાર શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. વૈદિક ઘડિયાળને લઇને કહેવામાં આવે છે કે તેનો સંબંધ સદીઓ જૂના ઇતિહાસ સાથે છે. 

એવું માનવામાં આવે છે કે 1906 પહેલા વૈદિક ઘડિયાળ દ્વારા સમયની ગણતરી કરવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે ઘડિયાળ ઉજ્જૈનના જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે લગાવવામાં આવી છે. અને તેને લગભગ 85 ફૂટના ટાવર પર સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ઘડિયાળની વિશેષતા એ છે કે તે સમયની સાથે સાથે શુભ સમય પણ જણાવે છે.

ઉજ્જૈનમાં જ શા માટે લગાવવામાં આ ઘડીયાળ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઉજ્જૈનને ભારતનું મધ્ય મેરિડીયન માનવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે આ રેખા પૃથ્વી પર એક કાલ્પનિક રેખા જેવી છે, જે પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે. તે જ સમયે, ઉજ્જૈન દેશના સમયનો તફાવત નક્કી કરે છે. એવું માનવામાં આવે છે કે હિન્દુ કેલેન્ડરમાં, વિક્રમ સંવત ઉજ્જૈનથી શરૂ થાય છે. અને તેની ગણતરી આ વૈદિક ઘડિયાળમાંથી કરવામાં આવે છે.

એક દિવસમાં 24 નહી બતાવશે 30 કલાક જાણો કેવી રીતે
આ ઘડીયાળને ઉજ્જૈનમાં જંતર મંતર પાસે જીવાજી વેધશાળામાં લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘડીયાળ ધીમે ધીમે રાશિફળ પણ બતાવશે. આ વૈદિક ઘડીયાળ ડિજિટલ છે. તેમાં એક કલાક 60 મિનિટની પરંતુ 48 મિનિટનો રહેશે એક દિવસમાં 24 નહી 30 કલાક હશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news