રોહિત શર્મા બન્યો વિશ્વકપનો નવો 'સિક્સર કિંગ', તોડી દીધો ક્રિસ ગેલનો રેકોર્ડ

Rohit Sharma Most SIx in ODI World Cups : રોહિત શર્માએ વિશ્વકપ સમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 47 રન બનાવી આઉટ થયો હતો. તેણે ચાર સિક્સ અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

રોહિત શર્મા બન્યો વિશ્વકપનો નવો 'સિક્સર કિંગ', તોડી દીધો ક્રિસ ગેલનો રેકોર્ડ

મુંબઈઃ Rohit Sharma Most SIx in ODI World Cups : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે આઈસીસી વનડે વિશ્વકપના સેમીફાઈનલમાં મેદાન પર ઉતરવાની સાથે ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત અને ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. ગિલ શાંતિથી બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે રોહિત શર્માએ આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. રોહિતે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ સાથે રોહિત શર્માએ એક મોટો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે. જેને તોડવો કોઈ બેટર માટે મુશ્કેલ લાગી રહ્યો છે. 

રોહિત શર્માએ તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ
વનડે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ અત્યાર સુધી વિન્ડીઝના વિસ્ફોટક બેટર ક્રિસ ગેલના નામે હતો, જે હવે તૂટી ગયો છે. ક્રિસ ગેલે આઈસીસી વનડે વિશ્વકપમાં 49 સિક્સ ફટકારી હતી. આજે રોહિત શર્માએ  ક્રિસ ગેલનો આ રેકોર્ડ તોડી દીધો છે. જેણે વનડે વિશ્વકપમાં 50 સિક્ટ ફટકારી છે. ટોપ 2 બાદ વાત કરવામાં આવે તો ગ્લેન મેક્સવેલ ત્રીજા સ્થાને છે. મેક્સવેલે વિશ્વકપમાં 43 સિક્સ ફટકારી છે. 

રોહિત શર્માનો કીર્તિમાન તોડવો થઈ જશે મુશ્કેલ
રોહિત શર્મા, ક્રિસ ગેલ અને ગ્લેન મેક્સવેલ બાદ ચોથા નંબરે સાઉથ આફ્રિકાનો ડિવિલિયર્સ છે, એબી ડિવિલિયર્સે વિશ્વકપમાં 37 સિક્સ ફટકારી છે, તે હવે નિવૃત્ત થઈ ગયો છે. આ ક્રમમાં પાંચમાં સ્થાને ડેવિડ વોર્નર છે, વોર્નરના નામે વિશ્વકપમાં 37 સિક્સ છે. તેવામાં રોહિત શર્માના આ કીર્તિમાનને તોડવામાં સૌથી નજીક ગ્લેન મેક્સવેલ જ છે, જો તે આ રેકોર્ડ નહીં તોડે તો અન્ય બેટર માટે આ કામ મુશ્કેલ થઈ જશે. 

વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા
રોહિત શર્મા : 51
ક્રિસ ગેલ: 49
ગ્લેન મેક્સવેલ: 43
એબી ડી વિલિયર્સ: 37
ડેવિડ વોર્નર: 37

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news