ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, હવે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી નહીં કરે AB de Villiers

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. 

Updated By: May 18, 2021, 07:13 PM IST
 ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, હવે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી નહીં કરે AB de Villiers

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિરર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીને લઈને ચાલી રહેલા અટકળો પર વિરામ લાગી ગયો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મંગળવારે સ્પષ્ટ કર્યુ કે સંન્યાસ બાદ એબી ડિવિવિયર્સ મેદાન પર વાપસી કરવા તૈયાર નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ એબીએ વાપસીના સંકેત આપ્યા હતા પરંતુ બોર્ડ સત્તાવાર નિવેદન આપી તેના પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. 

ક્રિકેટ ઈતિહાસના સૌથી ધમાકેદાર બેટ્સમેનોમાંથી એક મિસ્ટર 360 ડિગ્રીના નામથી જાણીતા ડિવિલિયર્સના ફેન્સને મંગળવારે ઝટકો લાગ્યો છે. આઈસીસીએ આ વાતની જાણકારી આપી કે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ તરફથી તે વાતને લઈને અટકળો ખતમ કરી ગેવામાં આવી જેમાં ડિવિલિયર્સની વાપસીની વાત થઈ રહી હતી. ડિવિલિયર્સે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ સાથે બેઠક કરી અને તેમાં તેણે પોતાનો અંતિમ નિર્ણય લીધો છે. 

બોર્ડે કહ્યું કે, સંન્યાસ પર ડિવિલિયર્સ સાથે ચર્ચા થઈ જેમાં તેણે તે વાત સ્પષ્ટ કરી કે વાપસી કરવાની ઈચ્છા નથી. તેમણે જે નિવૃતિની જાહેરાત કરી હતી તે તેનો અંતિમ નિર્ણય હતો અને તે આ મુદ્દા પર બીજીવાર વિચાર કરશે નહીં. 

આ પણ વાંચોઃ હત્યાના આરોપી રેશલર સુશીલ કુમારને ઝટકો, કોર્ટે નકારી આગોતરા જામીન અરજી 

છેલ્લા કેટલાક મહિનાથી નિવૃતિ પાછી ખેંચી તેની રાષ્ટ્રીય ટીમમાં વાપસીની વાત થઈ રહી હતી. ભારતમાં આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપમાં તેને તક આપવાની ચર્ચા ચાલી રહી હતી. 23 મે 2018ના એબીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી બધાને ચોંકાવી દીધા હતા. એક વર્ષ બાદ વનડે વિશ્વકપ રમાવાનો હતો અને તેની પહેલા એબીની નિવૃતિએ ચર્ચા જગાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube