2020 વિશ્વકપને જોતા ધોનીને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય યોગ્યઃ અજીત અગરકર

પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે ટી-20માંથી ધોનીને બહાર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. પૂર્વ બોલરે કહ્યું કે, 2020ના વિશ્વકપ પહેલા રિષભ પંતને તક મળવી જોઈએ. 

2020 વિશ્વકપને જોતા ધોનીને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય યોગ્યઃ અજીત અગરકર

મુંબઈઃ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટી-20 ટીમમાંથી બહાર કર્યા બાદ ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ્સ પોતાની  પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર અજિત અગરકરે ટી-20માંથી ધોનીને બહાર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો  છે. આ વર્ષે અત્યાર સુધી ધોની ખાસ ફોર્મમાં નથી અને તે વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી શ્રેણીમાં કંઇ ખાસ કરી  શક્યો નથી. 

અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટની સાથે વાતચીતમાં કહ્યું, ભારતીય ટીમના ભવિશ્યને જોતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર  સિંહ ધોનીને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય યોગ્ય છે. તે માટે મુખ્ય પસંદગીકારોને નિશાન બનાવવા યોગ્ય નથી.  ટીમના ભવિષ્ય અને આગામી ટી-20 વિશ્વકપને જોતા આ નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે. 

અગરકરે કહ્યું, 2020માં ટી-20 વિશ્વકપ રમવાનો છે તો તે પહેલા રિષભ પંતને તક આપવી જોઈએ. પંતને ધોનીનો  વિકલ્પ ગણવામાં આવી છે, તેવામાં તેને ટીમની સાથે દરેક પરિસ્થિતિમાં તાલમેલ માટે સમય જોઈએ. જો ટીમ  પસંદગીનો માપદંડ માત્ર પ્રદર્શન છે તો તે આધાર પર પણ ડ્રોપ કરવાના નિર્ણયને ખોટો ન કહી શકાય. ટી-20  ક્રિકેટમાં ધોનીનું હાલનું ફોર્મ ખાસ પ્રભાવી રહ્યું નથી અને તેના રેકોર્ડ અને નામને જોતા તેને ટીમનો ભાગ ન બનાવી  શકાય. 

અત્યારે ધોનીની જગ્યા 2019ના વિશ્વકપ માટે પાક્કી માનવામાં આવી રહી છે. વિકેટકીપિંગ અને ડીઆરએસના  મામલામાં માહી કેપ્ટન વિરાટની મદદ કરે છે. પૂર્વ કેપ્ટન ધોનીને આ સમયે તેના પ્રદર્શન પર ધ્યાન આપવાની  જરૂર છે અને તેણે જલ્દી ફોર્મમાં પરત ફરવું પડશે. આશા છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તે ફોર્મમાં આવી જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news