સતત 154મી ટેસ્ટ મેચ રમીને કુકે એલન બોર્ડને પાછળ છોડ્યા
આ પહેલા એલન બોર્ડરે 1979થી 1994 સુધી પોતાના દેશ તરફતી સતત 153 ટેસ્ટ મેચ રમી હતી.
Trending Photos
લીડ્સઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેયર કુકે શુક્રવારે પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ઉતરાવાની સાથે સતત 154 ટેસ્ટ રમવાનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. કુકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરને પાછળ છોડી દીધો છે. જેણે 1979થી 1994 સુધી પોતાના દેશ તરફતી સતત 153 ટેસ્ટ મેચ રમી હતી.
કુકે ભારત વિરુદ્ધ નાગપુરમાં એકથી પાંચ માર્ચ 2006 વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને તે મેચમાં સદી ફટકારી હતી. પરંતુ બિમાર હોવાને કારણે તે શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. કુકે ત્યારબાદ ઈંગ્લેન્ડ તરફતી તમામ ટેસ્ટ મેચ રમી. તેના નામ પર હેડિંગ્લે ટેસ્ટ શરૂ થતા પહેલા સુધી 155 મેચોમાં 12099 રન નોંધાયેલા છે જેમાં 32 સદી સામેલ છે. બોર્ડરે જ્યારે પોતાની 153મી મેચ રમી ત્યારે તે 38 વર્ષના હતા, જ્યારે કુક અત્યારે 33 વર્ષનો છે.
લોર્ડ્સ ટેસ્ટ મેચમાં કુકે પ્રથમ ઈનિંગમાં 70 રન બનાવ્યા હતા પરંતુ બીજી ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. પાકિસ્તાને આ ટેસ્ટ જીતીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. સતત ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ કુલ અને બોર્ડર બાદ ઓસ્ટ્રેલિયાના માર્ક વો (107), ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર (106) અને ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમ (101)નો નંબર આવે છે. આ રીતે એડમ ગિલક્રિસ્ટે પોતાના ડેબ્યૂ બાદ સતત 96 ટેસ્ટ રમીને નિવૃતી લીધી હતી. હાલમાં નિવૃતી જાહેર કરનાર આફ્રિકન બેટ્સમેન એબી ડિવિલિયર્સ પોતાના ડેબ્યૂ બાદ સતત 98 ટેસ્ટ મેચ રમ્યો હતો પરંતુ પોતાના પુત્રના જન્મને કારણે તે એક ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. તેણે કુલ 114 ટેસ્ટ મેચ રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે