ટીમમાં સ્થાન ન મળવા પર અંબાતી રાયડૂનું ટ્વીટ, વિશ્વકપ માટે ઓર્ડર કર્યાં 3D ગ્લાસ

અંબાતી રાયડૂને ભારતની વિશ્વ કપ ટીમ 2019માં જગ્યા મળી નથી. તેણે મંગળવારે એક ટ્વીટ કર્યું છે, જેને પસંદગીકારોને જવાબના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. 
 

ટીમમાં સ્થાન ન મળવા પર અંબાતી રાયડૂનું ટ્વીટ, વિશ્વકપ માટે ઓર્ડર કર્યાં 3D ગ્લાસ

નવી દિલ્હીઃ વિશ્વકપની ટીમમાં પસંદગી ન થવા પર અંબાતી રાયડૂ અત્યાર સુધી ખુલીને કશું બોલ્યો નથી પરંતુ તેનું હાલનું ટ્વીટ ટીમમાં જગ્યા ન મળવાની નારાજગી દેખાડી રહ્યું છે. રાયડૂએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે વિશ્વ કપ મેચ જોવા માટે તેણે '3D ચશ્માનો ઓર્ડર' આપી દીધો કારણ કે આ મહાસમરને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલી ભારતીય ટીમમાં વિજય શંકરે 'ત્રણેય વિભાગોમાં ક્ષમતા'ને કારણે તેને પાછળ છોડી દીધો હતો. 

ભારતની વિશ્વકપની ટીમમાં ચોથા સ્થાનની દોડમાં ઓલરાઉન્ડર શંકરને 33 વર્ષીય રાયડૂ પર મહત્વ આપીને પસંદ કરવામાં આવ્યો હતો. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પસંદગીને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, 'અમે રાયડૂને કેટલિક તક આપી પરંતુ વિજય શંકર ત્રમ પક્ષ ઉપલબ્ધ કરાવે છે.' જો હવામાન થોડું ખરાબ છે તો તે બેટિંગ કરી શકે છે, તે બોલિંગ કરી શકે અને એક ફીલ્ડર પણ છે. અમે વિજય શંકરની ચોથા નંબર માટે પસંદગી કરી રહ્યાં છીએ. 

ત્યારબાદ મંગળવારે રાયડૂએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, 'વિશ્વ કપ જોવા માટે 3D ચશ્માના નવો સેટનો ઓર્ડર આપી દીધો છે.' મહત્વનું છે કે, ટીમમાં પસંદગી ન થવી રાયડૂ માટે નિરાશાજનક હશે કારણ કે થોડા મહિના પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ ચોથા નંબરના સ્થાન માટે તેનું નામ મહત્વનું ગણાવ્યું હતું. 

ઘણા દિગ્ગજ ક્રિકેટર પણ રાયડૂની પસંદગી ન થવા પર વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે. પૂર્વ ભારતીય ઓપનર ગોતમ ગંભીરને લાગે છે કે, માત્ર ત્રણ અસફળતાઓ બાદ અંબાતી રાયડૂને ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર કરવો દુખદ છે. તો વીરેન્દ્ર સેહવાગે પોતાની ડ્રીમ ટીમ જણાવી હતી તેમાં પણ રાયડૂને સ્થાન આપ્યું હતું. ઘણા ક્રિકેટ ફેન્સ પણ રાયડૂને બહાર કરવાથી નિરાશ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news