Pro Kabaddi League: અનૂપ કુમાર બન્યા પુનેરી પલ્ટનના મુખ્ય કોચ
Trending Photos
પૂણે: પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) ફ્રેંચાઇઝી પુનેરી પલ્ટને લીગની આગામી સાતમી સિઝન માટે પૂર્વ કેપ્ટન અનૂપ કુમારને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની શનિવારે જાહેરાત કરી હતી. વર્ષ 2010 અને 2014ના એશિયાઇ રમતોમાં ભારતીય કબડ્ડી ટીમને ગોલ્ડ મેડલ જીતાડનાર અનૂપ કુમારે ગત સિઝનમાં કબડ્ડીને અલવિદા કહી દીધું હતું. તે પીકેએલની ગત સિઝનમાં જયપુર પિંક પેથર્સ ટીમનો ભાગ હતા.
અનૂપ કુમારની કેપ્ટનશિપ હેઠળ 2016માં ભારતીય ટીમે ઇરાનને હરાવી કબડ્ડી વર્લ્ડકપ જીત્યો હતો. તે વર્ષે ભારતે દક્ષિણ એશિયાઇ રમતોમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 35 વર્ષના અનૂપને રમતોમાં યોગદાન માટે 2012માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાતમી સિઝન માટે આઠ અને અને નવમી એપ્રિલના રોજ મુંબઇમાં હરાજી થવાની છે. આ વખતે લીગમાં 12 ખેલાડી રમી શકશે. લીગ 19 જુલાઇથી શરૂ થઇ શકે છે.
Jiska aapko tha intezaar, aa gaya hai woh hero dobara aapke pass. Presenting Anup Kumar as our new Puneri Paltan coach!#PuneriPaltan #Kabaddi #VivoProKabaddi #AnupKumar pic.twitter.com/ijcNdp0YeW
— Puneri Paltan (@PuneriPaltan) April 6, 2019
અનૂપે આ નવી જવાબદારીને લઇને કહ્યું કે 'કબડ્ડી મારો પ્રથમ પ્રેમ છે અને તે રમત માટે મેં મારું જીવન આપ્યું છે. મેં પહેલીવાર પ્રો કબડ્ડી લીગમાં કોચ તરીકે જોવા મળશે. મારો પ્રયત્ન એ હશે કે હું મારા ખેલાડીઓના સ્કિલ્સ અને ફિટનેસ પર વિશેષ ધ્યાન રાખ્યું. મને આશા છે કે નવી સીઝનમાં અમારી ટીમનું પ્રદર્શન સારું રહેશે.' પુનેરી પલ્ટનના સીઇઓ કૈલાશ કાંડપાલે કહ્યું કે 'અનૂપને પ્રો કબડ્ડીનો ખૂબ અનુભવ છે અને તેમને શાંત અને સંયમ સ્વભાવ માટે ઓળખવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે