માત્ર ચોગ્ગા-છગ્ગા મારીને મેચ જીતાડતા ઓસ્ટ્રેલિયાના ખતરનાક ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા

Finch Retires From International Cricket: ઓસ્ટ્રેલિયાના T20I કેપ્ટન આરોન ફિન્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ફિન્ચે આ રીતે અચાનક નિવૃત્તિ કેમ લઈ લીધી એ દરેક માટે મોટો સવાલ હતો. 

માત્ર ચોગ્ગા-છગ્ગા મારીને મેચ જીતાડતા ઓસ્ટ્રેલિયાના ખતરનાક ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા

Finch Retires From International Cricket: ક્રિકેટમાં ભારત સહિત ઘણી ટીમે રમતી આવી છે. ઘણી ટીમોએ વર્લ્ડ કપ પણ જીત્યા છે. પણ જો એમ કહેવામાં આવે કે ક્રિકેટ વર્લ્ડ પર લાંબો સમય કોઈ એક ટીમે રાજ કર્યું હોય તો તેમાં સૌથી પહેલું નામ ઓસ્ટ્રેલિયાનું આવશે. કારણકે, વર્લ્ડ ચેમ્પિયન કહેવાતા વેસ્ટઈન્ડિઝને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટમાં ઘણાં માઈલસ્ટોન પોતાના નામે કરેલાં છે. ત્યારે તેમના દરેક ખેલાડીઓ પણ એટલાં જ જોરદાર છે. આવા જ એક જોરદાર ખેલાડીએ ક્રિકેટને કહી દીધું છે અલવિદા. અહીં વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયન ટી-20 ટીમના કેપ્ટન ઓરોન ફિન્ચની. માત્ર ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાના દમ પર મેચ જીતાડવાની ક્ષમતા રાખતા આ ખેલાડીએ અચાનક કેમ લઈ લીધો ક્રિકેટમાંથી સન્યાસ સૌ કોઈ માટે મોટો સવાલ...

ફિન્ચની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા પહેલીવાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યું હતું. ફિન્ચે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ઓવરઓલ 254 ઇન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું, જેમાં 5 ટેસ્ટ, 146 વનડે અને 103 T20Isનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ફિન્ચે 76 T20I અને 55 વનડેમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરી હતી.
 

Thanks for everything @AaronFinch5 🤝 pic.twitter.com/cVdeJQmCXN

— Cricket Australia (@CricketAus) February 6, 2023

જાતે જ જણાવ્યું નિવૃત્તિનું કારણઃ
36 વર્ષીય ફિન્ચે કહ્યું કે, “મને ખ્યાલ છે કે હું 2024ના T20 વર્લ્ડ કપ વખતે રમતો નહીં હોઉં, તેથી આ જ યોગ્ય સમય છે નિવૃત્તિ જાહેર કરવાનો અને અન્યને તક આપવાનો. મને આશા છે કે, ટીમ યોગ્ય રીતે આગામી વર્લ્ડ કપ માટે તૈયાર થઈ શકશે. હું તમામ ફેન્સનો આભાર માનવા માગું છું, જેમણે મારા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન મારો સાથ આપ્યો અને સતત મને સપોર્ટ કરતા રહ્યા.”

ફિન્ચનો વર્લ્ડ રેકોર્ડ:
ફિન્ચના નામે T20Iમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે ઝિમ્બાબ્વે સામે હરારે ખાતે 2018માં 76 બોલમાં 172 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. એ ઇનિંગ્સ દરમિયાન ફિન્ચે પોતાનો જ એક ઇનિંગ્સમાં સર્વાધિક રનનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 2013માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથહેમ્પટન ખાતે 156 રન બનાવ્યા હતા. હાલ આ ઇનિંગ્સ ઓલટાઈમ એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનની સૂચિમાં ત્રીજા સ્થાને છે.

નોંધનીય છે કે, ફિન્ચે પોતાનું T20 ડેબ્યુ જાન્યુઆરી 2011માં ઇંગ્લેન્ડ સામે કર્યું હતું. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે બાદ ફિન્ચ ઘરઆંગણે કાંગારુંને T20 વર્લ્ડ ટાઇટલ ડિફેન્ડ કરાવવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી મેચ આયર્લેન્ડ સામે હતી, જેમાં તેણે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. જો કે, તેમ છતાં ટીમ સેમિફાઇનલમાં ક્વોલિફાય થઈ શકી નહોતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news