BJPને સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે મોટી સફળતા, દ.ભારતના બે મોટા ચહેરા પાર્ટીમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી અને ફરીથી સત્તા પર આવ્યો. કેન્દ્રમાં સરકાર બનાવ્યાના એક મહિનાની અંદર જ ભાજપે 2019 માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હતી.

BJPને સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે મોટી સફળતા, દ.ભારતના બે મોટા ચહેરા પાર્ટીમાં જોડાયા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી અને ફરીથી સત્તા પર આવ્યો. કેન્દ્રમાં સરકાર બનાવ્યાના એક મહિનાની અંદર જ ભાજપે 2019 માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હતી. ભાજપ તરફથી આ સદસ્યતા અભિયાન શનિવારે શરૂ થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટર  પર પાર્ટીના આ અભિયાનની જાણકારી આપતા કહ્યું કે જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી પર સંગઠન પર્વ સદસ્યતા  અભિયાન 2019ની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં અમિત શાહ શનિવારે હૈદરાબાદ પહોંચ્યાં અને તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. 

આ બાજુ ભાજપને તેના આ સદસ્યતા અભિયાનની શરૂઆતમાં જ દક્ષિણ ભારતમાંથી મોટી સફળતા મળી છે. ભાજપના સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે દક્ષિણ ભારતના બે મોટા ચહેરાએ કેસરિયો ધારણ કર્યો છે. જેમાંથી એક છે એન.ભાસ્કરા રાવ અને બીજા છે અંજુ બોબી જ્યોર્જ. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે અમિત શાહના રંગારેડ્ડીમાં થયેલા કાર્યક્રમમાં આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ભાસ્કરા રાવ ભાજપમાં સામેલ થયાં. જ્યારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાની ઉપસ્થિતિમાં એથલીટ અંજુ બોબી જ્યોર્જે ભાજપની સદસ્યતા લીધી. અંજુ બોબી જ્યોર્જે ભારતને એથલેટિક્સમાં પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ અપાવ્યો હતો. તેમણે 2003માં પેરિસમાં થયેલી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news