બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ ફેન્સને આપી ખુશખબરી, આ દિવસે કરશે લગ્ન

છેલ્લાં ઘણા સમયથી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા (Jwala Gutta)  અને એક્ટર વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને એકસાથે અનેક જગ્યાએ જોવામાં આવ્યા હતા.  

Updated By: Apr 13, 2021, 10:13 PM IST
બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ ફેન્સને આપી ખુશખબરી, આ દિવસે કરશે લગ્ન

ચેન્નઈ: ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) એ ફેન્સને મોટી ખુશખબરી આપતાં જણાવ્યું કે તે 22 એપ્રિલે પોતાના મંગેતર વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી શેર કરી. આ દરમિયાન તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેના લગ્ન એક પ્રાઈવેટ ઈવેન્ટમાં થશે. જેમાં માત્ર અંગત લોકો જ ભાગ લેશે.

છેલ્લાં ઘણા સમયથી જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) અને વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેને અનેક વખત એકબીજાની સાથે જોવામાં પણ આવ્યા. ગયા વર્ષે જ્વાલાના 37મા જન્મદિવસે બંનેએ સગાઈ કરી હતી. હવે જ્વાલાએ પોતાના લગ્નની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે.

કોણ છે જ્વાલા ગુટ્ટા:
જ્વાલા ગુટ્ટા (Jwala Gutta) નો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો અને તેણે પોતાનો અભ્યાસ પણ ત્યાં જ પૂરો કર્યો. હૈદરાબાદમાં જ તેણે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. ભારતને ઈન્ટરનેશનલ લેવલ પર અનેક મેડલ જીતાડનારી જ્વાલાનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેણે અશ્વિની પોનપ્પાની સાથે જોડી બનાવીને અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 2015માં આ જોડીએ કારકિર્દીનો બેસ્ટ ક્રમ પણ મેળવ્યો હતો. તેણે પોતાના કારકિર્દી દરમિયાન સાથી ખેલાડી ચેતન આનંદની સાથે 2005માં લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નજીવન બહુ લાંબો સમય ચાલી શક્યું નહીં. અને 2011માં બંનેએ છૂટાછેડા લઈ લીધા.

આ પણ વાંચોઃ IPL 2021: ઉમેશ યાદવનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, Video થયો વાયરલ

કોણ છે વિષ્ણુ વિશાલ:
વિષ્ણુ કુડવાલા વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) તરીકે ઓળખાય છે. તેનો જન્મ વેલ્લોરમાં થયો હતો. તે દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે. વિષ્ણુએ 2010માં રજની નટરાજ સાથે લગ્ન કર્યા હતા અને તેને આર્યન નામનો એક પુત્ર પણ છે. જોકે વિષ્ણુએ પણ રજની સાથે 2018માં છૂટાછેડા લઈ લીધા છે.
 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube