IPL 2021: આંદ્રે રસેલનો ઘાતક સ્પેલ, આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો

આઈપીએલ 2021ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને કોલકત્તાએ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ વિરુદ્ધ કોલકત્તાના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

IPL 2021: આંદ્રે રસેલનો ઘાતક સ્પેલ, આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો

નવી દિલ્હીઃ આઈપીએલ 2021ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને કોલકત્તાએ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ વિરુદ્ધ કોલકત્તાના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

બનાવી દીધો રેકોર્ડ
રસેલે મુંબઈ વિરુદ્ધ 15 રન આપી પાંચ વિકેટ ઝડપી. રસેલે આ કારનામુ માત્ર 12 બોલ એટલે કે બે ઓવરમાં કર્યુ. આ સાથે રસેલ આઈપીએલના ઈતિહાસનો એવો પ્રથમ બોલર બની ગયો છે જેણે માત્ર બે ઓવરમાં 5 વિકેટ ઝડપી છે. એટલું જ નહીં આ મુંબઈ સામે સતત બીજીવાર છે જ્યારે કોઈ બોલરે 5 વિકેટ ઝડપી હોય. રસેલ પહેલા આરસીબીના હર્ષલ પટેલે પણ 27 રન આપી મુંબઈના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. 

મુંબઈ વિરુદ્ધ બેસ્ટ રસેલ
એટલું જ નહીં રસેલે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પણ એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. રસેલે માત્ર 15 રન આપી પાંચ વિકેટ ઝડપી અને આ મુંબઈ વિરુદ્ધ કોઈપણ બોલરનું બેસ્ટ પ્રદર્શન છે. આ રેકોર્ડ પહેલા હર્ષલ પટેલના નામે હતો. 

આ વર્ષે મુંબઈ વિરુદ્ધ બે મેચોમાં તે કારનામુ થયું જે અત્યાર સુધી ક્યારેય થયું નથી. હકીકતમાં 2008થી લઈને 2020 સુધી કોઈપણ બોલર મુંબઈ વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપી શક્યો નથી. પરંતુ આ વર્ષે સતત બે મેચમાં બે બોલર આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news