બીસીસીઆઈએ આઈપીએલ-2022ના પ્લેઓફ અને મહિલા ટી20 ચેલેન્જનો કાર્યક્રમ કર્યો જાહેર
બીસીસીઆઈએ મિની મહિલા આઈપીએલ કહેવાતી મહિલા ટી20 ચેલેન્જની જાહેરાત કરી છે કે ટૂર્નામેન્ટની શરૂઆત 23 મેથી થશે, જેમાં ત્રણ ટીમ ભાગ લેશે. સુપરનોવાઝસ ટ્રેલબ્લેઝર્સ અને વેલોસિટીની ટીમ મહિલા ટી20 ચેલેન્જમાં રમશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના પ્લેઓફ અને વુમેન્સ ટી20 ચેલેન્જ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આઈપીએલ 2022ના પ્લેઓફ મુકાબલા કોલકત્તા અને અમદાવાદમાં રમાશે. ક્વોલીફાયર 1 અને એલિનિમેટર મેચ કોલકત્તામાં આયોજીત થશે, જ્યારે ક્વોલીફાયર 2 અને આઈપીએલ 2022ની ફાઇનલ અમદાવાદમાં રમાશે. તો મહિલા ટી20 ચેલેન્જ 2022ની શરૂઆત 23 મેથી પુણેમાં થશે.
આઈપીએલ તરફથી જાહેર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, 24 મેએ ક્વોલીફાયર 1 કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં આઈપીએલ-2022ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે રમાશે. તો 25 મેએ કોલકત્તામાં એલિનિમેટર મેચનું આયોજન થશે. જેમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ ટકરાશે.
આઈપીએલ 2022ની ક્વોલીફાયર-2 મેચ એલિમિનેટરની વિજેતા અને ક્વોલીફાયર 1ની રનર્સઅપ ટીમ વચ્ચે 27 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો આઈપીએલની ફાઇનલ 29 મેએ અમદાવાદમાં રમાશે. ફાઇનલ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે, જ્યારે 7 કલાકે ટોસ થશે.
આ પણ વાંચોઃ IPL 2022માં સુપર ફ્લોપ સાબિત થયા આ ત્રણ દિગ્ગજ ખેલાડી, આગામી વર્ષે કોઈ ટીમ ભાવ સુદ્ધા નહીં પુછે!
બીસીસીઆઈએ મિની મહિલા આઈપીએલ કહેવાતી મહિલા ટી20 ચેલેન્જની જાહેરાત કરી છે કે ટૂર્નામેન્ટની શરૂઆત 23 મેથી થશે, જેમાં ત્રણ ટીમ ભાગ લેશે. સુપરનોવાઝસ ટ્રેલબ્લેઝર્સ અને વેલોસિટીની ટીમ મહિલા ટી20 ચેલેન્જમાં રમશે. ત્રણ લીગ અને એક ફાઇનલ સહિત કુલ ચાર મેચ રમાશે. આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં આયોજીત થશે. 23 મેએ પ્રથમ મેચ રમાશે. 24 મેએ બીજી અને 26 મેએ ત્રીજી મેચ રમાશે. જ્યારે ફાઇનલ 28 મેએ રમાશે. 24 મેએ પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે જ્યારે બાકીની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે