ઓળખ્યો કે નહી આ અભિનેતાને??? જેણે પોતાની 90 ટકા સંપત્તિ કરી દીધી છે દાન

Nana Patekar facts: આખું જીવન ફિલ્મોમાં કામ કરીને કરોડોની કમાણી કરનાર નાના પાટેકરે રિયલ લાઈફમાં પોતાની 90 ટકા સંપત્તિ દાનમાં આપી દીધી છે. હાલમાં  નાના પોતાની માતા સાથે એક BHK એપાર્ટમેન્ટમાં રહે છે.

ઓળખ્યો કે નહી આ અભિનેતાને??? જેણે પોતાની 90 ટકા સંપત્તિ કરી દીધી છે દાન

Nana Patekar donation: બોલિવૂડમાં એક તરફ શોષણખોર એક્ટર્સ અને ડિરેક્ટર્સ છે તો બીજી તરફ ખુલ્લા દિલે દાન કરતા દિલદાર એક્ટર્સ પણ છે. જોકે આજના દિવસે નાનાના વ્યક્તિત્વની એવી બાજુ પર પ્રકાશ ફેંકવામાં આવી રહ્યો છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર છે. નોંધનીય છે કે નાનાએ ફિલ્મ 'પ્રહાર' માટે ત્રણ વર્ષ સુધી લશ્કરમાં કડક તાલીમ લીધી હતી. નાના પાટેકરને 90ના દાયકામાં કેપ્ટનનું માનદ રેન્ક આપવામાં આવ્યું હતું. નાના પાટેકર કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી સાથે રહ્યાં પણ હતાં.

આખું જીવન ફિલ્મોમાં કામ કરીને કરોડોની કમાણી કરનાર નાના પાટેકરે રિયલ લાઈફમાં પોતાની 90 ટકા સંપત્તિ દાનમાં આપી દીધી છે. હાલમાં  નાના પોતાની માતા સાથે એક BHK એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે થોડા વર્ષ પહેલાં મરાઠાવાડામાં આત્મહત્યા કરનાર ખેડૂતોના 62 પરિવારોને પરિવાર દીઠ 15 હજાર રૂપિયા દાન આપ્યું હતું. 

ફિલ્મમાં આવ્યા પહેલાં નાના પાટેકર પેઈન્ટર તરીકે કામ કરતાં હતાં અને તેમણે ઝેબા ક્રોસિંગ પણ પેઈન્ટ કર્યું હતું. તેમણે અપ્લાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સમાજસેવાનું કામ કરતી નાના પાટેકરની સંસ્થાએ અત્યાર સુધીમાં 22 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ખેડૂત તથા તેમના પરિવારને ચોખ્ખું પીવાનું પાણી આપવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news