BCCIએ તમામ યુનિટને કહ્યું, ખેલાડીઓને સુદામા પ્રીમિયર લીગમાં ભાગ લેવાથી રોકો
ગ્રેટર નોઇડાના આ સ્ટેડિયમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં નોઇડા પ્રીમિયર લીગ ટી20 નામથી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
- આ ટૂર્નામેન્ટ કપિલ દેવ અને અતુલ વાસનની હાજરીમાં લોન્ચ થઈ હતી
- પૂર્વ ઈન્ટરનેશનલ અમ્પાયર હરિહરન આ પ્રતિયોગિતા સાથે જોડાયેલા છે
- મેચોનું આયોજન ફિરોજશાહ કોટલા મેદાનમાં થવાનું હતું
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ પોતાની તમામ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને ચેતવણી આપી છે કે તે તેના ખેલાડીઓને બિનઅધિકૃત સુદામા પ્રીમિયર લીગમાં ભાગ લેવાની મંજુરી ન આપે. આ ટૂર્નામેન્ટને ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને ડીડીસીએના સીનિયર પસંદગી સમિતિના ચેરમેન અલુલ વાસનની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. પૂર્વ ખેલાડીઓ સંજીવ શર્મા અને પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર હરિહરન આ લીગ સાથે જોડાયેલા છે. મેચોનું આયોજન ફિરોજશાહ કોટલા મેદાનમાં થવાનું હતું, પરંતુ બીસીસીઆઈના પ્રતિબંધને કારણે કોટલામાં તેની યજમાની કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.
અહીં એ વાત પણ જાણવી જરૂરી છે કે ગ્રેટર નોયડાના તે સ્ટેડિયમને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું જેમાં નોઇડા પ્રીમિયર લીગ ટી20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈએ હાલમાં જ પોતાના રજીસ્ટ્રેડ ખેલાડીઓને ઈન્ડિયન જૂનિયર પ્રીમિયર લીગ અને રજવાડા પ્રીમિયર લીગ જેવી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના કારણે પ્રતિબંધિત કરી દીધા હતા. 14 ફેબ્રુઆરીએ બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરીએ તમામ સંઘોને બિનઅધિકૃત સુદામા પ્રીમિયર લીગની સૂચના આપી હતી.
ચૌધરીએ પત્રમાં લખ્યું, અમે તમારૂ ધ્યાન તે વાત પર અપાવવા માંગીએ છે એ કે, બીસીસીઆઈએ સુદામા પ્રીમિયર લીગના નામને મંજુરી આપી નથી. તમને આગ્રહ છે કે આ વિસે તમામ રજીસ્ટ્રેડ ખેલાડીઓ, મેચ અધિકારીઓ, સ્કોરર અને વીડિયો વિશ્લેષકોને જાણ કરી દેવામાં આવે.
જ્યારે વાસનને તેની સાથે જોડાવા વિશે પુછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો, મને બીસીસીઆઈના સર્કુલર વિશે જાણકારી નથી. હું માત્ર આયોજકોની મદદનો પ્રયત્ન કરતો હતો. પરંતુ બીસીસીઆઈએ આ ટૂર્નામેન્ટને પ્રતિબંધિત કરી દીધી છે તો હું નિશ્ચિત રૂપે આ ટૂર્નામેન્ટનો ભાગ બનીશ નહીં.
કપિલ દેવ આ સમયે બીસીસીઆઈના વેતન મેળવનારા ખેલાડીઓમાં સામેલ નથી, પરંતુ સંજીવ શર્મા કેટલાક વર્ષો પહેલા સુધી દિલ્હીના રણજી ટીમના કોચ હતા, તે મેચ રેફરીની પ્રવેશ પરીક્ષામાં પણ બેઠા હતા. હરિહરન સેવાનિવ-ત અમ્પાયર છે, જે બે ટેસ્ટ અને 34 વનડેમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. સુદામા પ્રીમિયર લીગનું આયોજન પ્રસાર નામના એક બિન સરકારી સંગઠન દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે