IND vs PAK: ફેન્સ માટે ગુડ ન્યૂઝ, ભારત-પાક મેચ માટે BCCI રિલીઝ કરશે 14 હજાર ટિકિટ, જાણો વિગત

World Cup 2023: રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. 
 

IND vs PAK: ફેન્સ માટે ગુડ ન્યૂઝ, ભારત-પાક મેચ માટે BCCI રિલીઝ કરશે 14 હજાર ટિકિટ, જાણો વિગત

IND vs PAK Match Ticket: ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 14 ઓક્ટોબરે રમાશે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને હશે. આ વચ્ચે ફેન્સ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં ભારત-પાકિસ્તાન મેચ માટે બીસીસીઆઈ 14 હજાર ટિકિટ રિલીઝ કરશે. ક્રિકેટ ફેન્સ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. 

ક્યારે અને કઈ રીતે બુક થશે ટિકિટ?
રવિવારે બપોરે 12 કલાકથી ક્રિકેટ ફેન્સ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદી શકશે. ફેન્સ ઓફિશિયલ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર ટિકિટ ખરીદી શકશે. તો ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વકપનો મહા મુકાબલો 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. આ ભારતીય ટીમની ત્રીજી વિશ્વકપની મેચ હશે. ભારતીય ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ કરશે. 

BCCI set to release 14,000 tickets for India v. Pakistan League Match on October 14, 2023.

— BCCI (@BCCI) October 7, 2023

વિશ્વકપમાં આ ટીમો વિરુદ્ધ રમશે ભારત
રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ પોતાનો બીજો મુકાબલો અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજો મુકાબલો 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. 

આજે વિશ્વકપમાં બે મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં આફ્રિકાએ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news