કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં 51 કરોડ રૂપિયાની મદદ આપશે બીસીસીઆઈ

બોર્ડ તરફથી જારી નિવેદન પ્રમાણે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, બીસીસીઆઈના પદાધિકારીઓ અને સંબંધિત રાજ્ય એસોસિએશને શનિવારે પીએમ-કેયર્સ ફંડમાં રાહત તરીકે 51 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે. 
 

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં  51 કરોડ રૂપિયાની મદદ આપશે બીસીસીઆઈ

નવી દિલ્હીઃ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પણ આગળ આવ્યું છે. બીસીસીઆઈએ શનિવારે જાહેરાત કરી કે તે આ વાયરસ વિરુદ્ધ જંગમાં તેના તરફથી 51 કરોડ રૂપિયાની મદદ કરશે. 

આ ખતરનાક વાયરસથી અત્યાર સુધી વિશ્વમાં 3 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વચ્ચે દેશવાસિઓને અપીલ કરી છે કે તે કોરોના વિરુદ્ધ લડાઇમાં સામે આવે અને સ્વેચ્છાથી દાન કરે. 

બોર્ડ તરફથી જારી નિવેદન પ્રમાણે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, બીસીસીઆઈના પદાધિકારીઓ અને સંબંધિત રાજ્ય એસોસિએશને શનિવારે પીએમ-કેયર્સ ફંડમાં રાહત તરીકે 51 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે. દેશની આપદા મેનેજમેન્ટ ક્ષમતાઓને મજબૂત કરવા અને કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં યોગદાન આપવાના ઇરાદાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

— BCCI (@BCCI) March 28, 2020

બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલીએ તેના વિશે જાણકારી આપતા ટ્વીટ કર્યું હતું. જેમણે પહેલા 50 લાખ રૂપિયાના ચોખા દાન કરવાની જાહેરાત કરી હતી. 

આ પહેલા પીએમ મોદીએ દેશવાસિઓને અપીલ કરતા કહ્યું, 'વિનંતી કરુ છું કે પીએમ કેયર્સ ફંડમાં દાન કરો. તેની મદદથી આપણે લડાઇ જીતીશું. આવનારા દિવસોમાં પણ આપદા સામે લડવામાં સરકારની મદદ થશે. કોરોના વાયરસના ભારતમાં અત્યાર સુધી 1 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news