લોકેશ રાહુલની સાથે અફેરની વાત પર આ ફિલ્મ અભિનેત્રીએ તોડ્યું મૌન, કહી આ વાત

તમને જણાવી દઈએ કે સોનલ ચૌહાણ ઇમરાન હાશમીની સાથે હિન્દી ફિલ્મ જન્નતમાં કામ કરી ચુકી છે. સોનલ હિન્દી ફિલ્મ સિવાય તેલુગૂમાં પણ કામ કરી ચુકી છે. 

 લોકેશ રાહુલની સાથે અફેરની વાત પર આ ફિલ્મ અભિનેત્રીએ તોડ્યું મૌન, કહી આ વાત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન લોકેશ રાહુલ અને બોલીવુડ અભિનેત્રી સોનલ ચૌહાણના અફેરની વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેવી પણ માહિતી આવી હતી કે સોનલ અને રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ હવે સોનલે આ સંબંધો પર પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું કે રાહુલ શાનદાર ક્રિકેટર છે અને ખૂબ પ્રતિભાશાળી છે. આ સિવાય તેણે કહ્યું કે, તે બંન્ને વચ્ચે જે વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે બંન્ને વચ્ચે કશું નથી. 

તમને જણાવી દઈએ કે સોનલ ચૌહાણ ઇમરાન હાશમીની સાથે હિન્દી ફિલ્મ જન્નતમાં કામ કરી ચુકી છે. સોનલ હિન્દી ફિલ્મ સિવાય તેલુગૂમાં પણ કામ કરી ચુકી છે. સોનાલી અભિનેત્રી હોવાની સાથે સાથે ગાયિકા પણ છે. હવે સોનાલીના નિવેદન બાદ તે વાત સ્પષ્ટ થઈગઈ છે કે રાહુલની સાથે માત્ર મિતત્રાનો સંબંધ છે. આમ તો થોડા દિવસ પહેલા રાહુલ એક ચેટ શોમાં મહિલાઓ વિશે વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં આવ્યો હતો. હાલ રાહુલ ટીમ ઈન્ડિયા સાથે વિશ્વકપ રમવા માટે ઈંગ્લેન્ડમાં છે. 

આઈપીએલની આ સિઝનમાં રાહુલે પંજાબ તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે હવે 5 તારીખે વિશ્વકપમાં સાઉથ આફ્રિકા સામેની મેચની તૈયારી કરી રહ્યો છે. તેણે વિશ્વકપના પ્રેક્ટિસ મેચમાં પણ બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news