FIFA વર્લ્ડ કપ: બ્રાઝિલ અને સ્વિટ્ઝરલેન્ડ અંતિમ 16માં પહોંચ્યા

પાંચવાર વિશ્વ કપ જીતી ચૂકેલી બ્રાઝિલની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપના ગ્રુપ ઈના મુકાબલામાં સર્બિયાને 2-0થી હરાવી દીધુ.

FIFA વર્લ્ડ કપ: બ્રાઝિલ અને સ્વિટ્ઝરલેન્ડ અંતિમ 16માં પહોંચ્યા

નવી દિલ્હી: પાંચવાર વિશ્વ કપ જીતી ચૂકેલી બ્રાઝિલની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપના ગ્રુપ ઈના મુકાબલામાં સર્બિયાને 2-0થી હરાવી દીધુ. સ્પાર્તક સ્ટેડિયમમાં આ જીત સાથે જ બ્રાઝિલે ગ્રુપ ઈમાં ટોપ પર રહી અંતિમ 16માં પ્રવેશ કર્યો. બ્રાઝીલ હવે પ્રી ક્વોર્ટર ફાઈનલમાં મેક્સિકો સામે રમશે. ગ્રુપ ઈથી અંતિમ 16માં પ્રવેશ કરનારી બીજી ટીમ સ્વિટ્ઝરલેન્ડ બની. સ્વિટ્ઝરલેન્ડની કોસ્ટા રિકા સામેની મેચ 2-2થી ડ્રો ગઈ. પરંતુ આમ છતાં તેણે અંતિમ 16માં એન્ટ્રી મારી. સ્વિટ્ઝરલેન્ડની હવે પછીની મેચ સ્વીડન સામે રહેશે.

બ્રાઝીલે વર્લ્ડ કપમાં પહેલા મુકાબલામાં સ્વિટ્ઝરલેન્ડ મેચ રમી હતી જે 1-1થી ડ્રો ગઈ હતી. જ્યારે બીજા મુકાબલામાં કોસ્ટા રિકાને 2-0થી હરાવ્યું હતું.જ્યારે સ્વિટ્ઝરલેન્ડ આ અગાઉ વર્લ્ડ કપની મેચમાં બ્રાઝિલ સામે 1-1થી મેચ ડ્રો કરી હતી જ્યારે બીજી મેચમાં સર્બિયાને 2-1થી હરાવી દીધુ હતું.

હવે અંતિમ 16ના મુકાબલા શરૂ થશે અને મેચો ખુબ રોમાંચક રહેશે. જો કે એક મેજર અપસેટમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન જર્મનીને સાઉથ કોરિયાએ હરાવી દેતા ચાહકોમાં સન્નાટો પ્રસરી ગયો છે. ગ્રુપ એફની મેચમાં સાઉથ કોરિયાએ જર્મનીને 2-0થી હરાવી દીધુ. કિમ યંગ ગ્વોન અને સોન હિયુંગ મિનના ઈંજરી ટાઈમમાં મારેલા ગોલના કારણે સાઉથ કોરિયા જીતી ગયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news