IPL 2019: ચેન્નઈ અને રાજસ્થાન મેચમાં પિચ પર હશે તમામની નજર
ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે એમ ચિદમ્બરમ સ્ટેડિયમ પર મુકાબલો રમાશે. આ મેચમાં ચેન્નઈની વિકેટ પર લોકોની નજર રહેશે. પ્રથમ મેચમાં વિકેટ ખુબ ધીમી હતી અને તેની ટીક્કા થઈ હતી.
Trending Photos
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે અહીં રમાનારા આઈપીએલ મેચ દરમિયાન તમામની નજર પિચ પર રહેશે, જેની પ્રથમ મેચ બાદ ખૂબ આલોચના થઈ હતી. ટૂર્નામેન્ટના શરૂઆતી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 70 રન પર આઉટ થઈ ગઈ હતી અને ચેન્નઈએ પણ 18મી ઓવરમાં સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. પિચ ખૂબ ધીમી રહી હતી અને ત્યારબાદ બંન્ને કેપ્ટનો મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ ટીક્કા કરી હતી. હવે જોવાનું રહેશે કે આજના મેચમાં પિચ કેવો વ્યવહાર કરે છે.
આ વચ્ચે ચેન્નઈએ સતત બે જીતથી સત્રની શરૂઆત કરી છે અને તે પોતાની લય જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. બેંગલોરને હરાવ્યા બાદ તેણે બીજા મેચમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. ચેન્નઈ અંતિમ ઈલેવનમાં વધુ ફેરફાર ન કરનારી ટીમ છે અને તે જોવાનું છે કે, ત્રણ વિદેશી ખેલાડીઓ સાથે ઉતરે છે કે નહીં. જો તે અંતિમ ઈલેવનમાં ફેરફાર કરશે નહીં તો સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે બહાર બેસવું પડશે. સુપર કિંગ્સના બોલરોએ બંન્ને મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનો આમ કરી શક્યા નથી.
દિલ્હી વિરુદ્ધ સારી બેટિંગ કરનાર કેપ્ટન ધોની અન્ય બેટ્સમેનો પાસે પણ સારી બેટિંગની આશા રાખશે. અનુભવી હરભજન સિંહ, ઇમરાન તાહિક અને ડ્વેન બ્રાવોએ સારી બેટિંગ કરી છે અને તે પોતાનું પ્રદર્શન જાળવી રાખવા પ્રયત્ન કરશે. જ્યાં રાજસ્થાનનો સવાલ છે તો, તેણે બંન્ને મેચ ગુમાવી છે અને તેણે ચેન્નઈને પોતાના ઘરમાં હરાવવું હશે તો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. રાજસ્થાનનો પંજાબ સામે રોમાંચક મેચમાં પરાજય થયો હતો. આ તે મેચ હતો જેમાં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને 'માંકડિંગ' કર્યો હતો. ત્યારબાદ શુક્રવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મોટા સ્કોરવાળા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સંજૂ સૈમસનના અણનમ 102 રન બનાવ્યા પરંતુ રોયલ્સ 198 રનનો બચાવ કરવામાં અસફળ રહ્યું હતું. રાજસ્થાનના કેપ્ટન અંજ્કિય રહાણે બેટ્સમેનોના પ્રદર્શનથી ખુશ હશે પરંતુ તેના બોલરોએ સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે.
રાજસ્થાન રોયલ્સઃ
અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર, જયદેવ ઉનડકટ, વરૂન આરોન, ઓશાને થોમસ, શશાંક સિંહ, લીમ લિવિન્ગસ્ટોને, શુભમ રંજાના, મનન વોહરા, અશ્ટોન ટર્નર, રિયાન પરાગ.
ચેન્નઈ સુપર કિંગ્સ
એમએસ ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિચેલ સેન્ટનર, ડેવિડ વિલી, ડ્વેન બ્રાવો, શેન વોટસન, લુંગી એન્ગિડી, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, હરભજન સિંહ, દીપક ચહર, કે એમ આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૌરી, એન જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનૂ કુમાર, ચૈતન્ય વિશ્નોઇ, મોહિત શર્મા, ઋૃતુરાજ ગાયકવાડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે