Chris Gayle ની કમાલ, T-20 ક્રિકેટમાં 14,000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો

Gayle Completes 14000 T-20 Runs: ક્રિસ ગેલે ઈતિહાસ રચતાં T-20 ક્રિકેટમાં 14,000 રન પૂરા કરી લીધા. તે આ ફોર્મટમાં 14,000 રન બનાવનારો પહેલો બેટ્સમેન બની ગયો છે.

Chris Gayle ની કમાલ, T-20 ક્રિકેટમાં 14,000 રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિસ ગેલની ઉંમર ભલે 41 વર્ષની થઈ ગઈ હોય પરંતુ તેની ક્રિકેટ રમવાની ધગશ અને જુસ્સો હજુ પણ તેવો જ  છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તેનો જલવો હજુ પણ યથાવત છે. ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની ત્રીજી T-20 ઈન્ટરનેશનલમાં તેણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. ગેલ આ ફોર્મેટમાં 14,000 રન બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. ગેલની બેટિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને સિરીઝની ત્રીજી મેતમાં 6 વિકેટે પરાજય આપ્યો. કેરેબિયન ટીમે પાંચ મેચની સિરીઝમાં હવે કબ્જો કરી લીધો છે. સિરીઝની પહેલી બંને મેચ પણ વેસ્ટ ઈન્ડિઝે સરળતાથી જીતી લીધી હતી.

સિરીઝમાં કેવું રહ્યું ગેલનું પ્રદર્શન:
ગેલે સિરીઝની પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. તેણે પહેલી બે મેચમાં ક્રમશ: 4 અને 13 રન બનાવ્યા હતા. તેની વચ્ચે ટીમમાં તેના સિલેક્શનને લઈને સવાલ પણ ઉઠ્યા હતા. જોકે ત્રીજી મેચમાં તે લયમાં જોવા મળ્યો અને અર્ધસદી ફટકારીને સાબિત કરી દીધું કે તે હજુ પણ અડીખમ છે. તેણે 38 બોલમાં 67 રનની ઈનિંગ્સ રમી. ડાબા હાથના આ બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની નવમી ઓવરમાં એડમ ઝામ્પાની બોલિંગમાં સિક્સ ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી. તેણે સતત ત્રણ સિક્સ ફટકારીને પોતાની અર્ધસદી માત્ર 33 બોલમાં પૂરી કરી લીધી.

5 વર્ષ પછી ફિફ્ટી પ્લસ સ્કોર:
ગેલે 16 માર્ચ 2016માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં 100 અણનમ રન બનાવ્યા હતા. તેના પછી T-20 ઈન્ટરનેશનલમાં તણે ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવ્યો હતો. આ મેચ પહેલાં ગેલના નામે 430 મેચમાં 13,971 રન હતા. જેમાં તેની એવરેજ 37.55ની છે. આ રેકોર્ડ દરમિયાન તેના નામે 22 સદી અને 86 અર્ધસદી છે. T-20 ક્રિકેટમાં તેના નામે 1000 ચોક્કા છે.

 

Ladies and gentlemen...the UNIVERSE BOSS!! 👑#WIvAUS #MissionMaroon pic.twitter.com/ZWJpddlvHH

— Windies Cricket (@windiescricket) July 13, 2021

 

યાદીમાં કયા ખેલાડીનો સમાવેશ:
ગેલના નામે  આ ફોર્મેટમાં 431 મેચમાં 14038 છે. જ્યારે બીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન કિરોન પોલાર્ડ છે. પોલાર્ડે 10836 રન બનાવ્યા છે. પાકિસ્તાનના શોએબ મલિક 10741 રનની સાથે ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર 10017 રનની સાથે ચોથા અને ભારતનો વિરાટ કોહલી 9992 રન સાથે પાંચમા નંબરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news