અફગાનિસ્તાનમાં ક્રિકેટ તમામ લોકોના ચહેરા પર સ્મિતનું કારણઃ રાશિદ ખાન
અફગાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને કહ્યું કે, ક્રિકેટ તેના દેશમાં લોકોના ચહેરા પર હાસ્ય લાવી શકે છે.
Trending Photos
દુબઈઃ અફગાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને કહ્યું કે, તેના દેશમાં ક્રિકેટ દરેકના ચહેરા પર હાસ્ય લાવવાની તાકાત રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અફગાનિસ્તાને ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી છે. તે ખાસ કરીને ટી20માં સારી ટીમોમાં ગણવામાં આવે છે.
અફગાનિસ્તાન આગામી વર્ષો ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વકપમાં ગ્રુપ-બીમાં ભારત, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની સાથે છે. તે 26 ઓક્ટોબરે પર્થમાં ક્વોલિફાઇ કરનારી ટીમોમાંથી એક ટીમ સામે ટકરાશે.
રાશિદે મંગળવારે ટી-20 વિશ્વકપના કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ક્રિકેટમાં ઉદયથી દેશના લોકોના ચહેરા પર સ્મિત આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ રાશિદના હવાલાખી લખ્યું છે, આ સારૂ લાગે છે. અમારા દેશમાં બધા ક્રિકેટને પ્રેમ કરે છે. ક્રિકેટે છેલ્લા પાંચ-છ વર્ષમાં ઘણો ફેરફાર કર્યો છે. યુવા પેઢીમાં દરેક ક્રિકેટના દિવાના છે. અફગાનિસ્તાનું વિશ્વકપમાં ભાગ લેવો મોટી વાત છે.
તેણે કહ્યું, પ્રશંસક ક્રિકેટને પ્રેમ કરે છે. અમે ખેલાડી માત્ર દરેક ટૂર્નામેન્ટમાં અમારા 100 ટકા આપવાનો પ્રયત્ન કરીશું. અમે દરેક લોકોને પોતાનું કંઇકને કંઇક પરત આપવા ઈચ્છીએ છીએ. હું જાણું છું કે શું થઈ રહ્યું છે. તે માટે બીજુ કશું નથી જે દેશના લોકોના ચહેરા પર હાસ્ય લાવી શકે.
રાશિદે વ્યક્તિગત રીકે ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી છે. તે આ સમયે ટી20 બોલરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આ સાથે વનડેમાં તે નંબર-1 ઓલરાઉન્ડર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે