Pakistan Cricket: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની માઠી દશા બેઠી! લાગ્યો મોટો ઝટકો, મેનેજમેન્ટે જાહેર કર્યું નિવેદન
World Cup-2023 : બાબાર આઝમના નેતૃત્વમાં રમી રહેલી પાકિસ્તાની ટીમને વનડે વર્લ્ડ કપની વચ્ચે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ મેનેજમેન્ટ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનને પોતાની છેલ્લી મેચમાં ભારતે 7 વિકેટ ગુમાવીને કારમી હાર આપી હતી.
Trending Photos
Pakistan in World Cup-2023 : પાકિસ્તાનને વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર એક મેચ જ હારી છે, પરંતુ તે હાર મુશ્કેલથી તેમના ચાહરો ભૂલી શકશે, કારણ કે આ હાર પચાવવી હાલ મુશ્કેલ બની રહી છે. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો અને આક્રોશ ઠાલવતા મેસજ કે પોસ્ટ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનને તેની છેલ્લી મેચમાં યજમાન અને કટ્ટર હરીફ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે હરાવ્યું હતું. હવે તે 20મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો
બાબર આઝમના નેતૃત્વમાં રમી રહેલી પાકિસ્તાની ટીમને ODI વર્લ્ડ કપ-2023માં મોટો ઝટકો લાગ્યો છે. આ ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. કેટલાક ખેલાડીઓને તાવ પણ છે. માનવામાં આવે છે કે ટીમના ટોચના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી પણ અસરગ્રસ્ત ખેલાડીઓમાં સામેલ છે.
મેનેજમેન્ટે જાહેર કર્યું નિવેદન
પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાવથી પીડિત કેટલાક ખેલાડીઓ હવે ધીરેધીરે સ્વસ્થ થઈ રહ્યા છે, જ્યારે અન્ય ખેલાડીઓની સ્થિતિ સારી છે. કેટલાક ખેલાડીઓને કેટલાક દિવસોથી તાવ હતો અને તેમાંથી મોટાભાગના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. જે ખેલાડીઓ રિકવરી સ્ટેજમાં છે તેઓ ટીમની મેડિકલ પેનલની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બીમાર લોકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ એવું માનવામાં આવે છે કે જે ખેલાડીઓ બીમાર છે તેમાં શાહીન, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સલમાન અલી આગા, મોહમ્મદ હરિસ અને જમાન ખાનનો સમાવેશ થાય છે.
જાહેર કર્યા નથી નામ
મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં નામ જાહેર કર્યા વિના કહેવામાં આવ્યું છે કે, 'કોઈ વાઈરલ ઈન્ફેક્શન કે બીમારી નથી. કેટલાક ખેલાડીઓને તાવ હતો અને મોટાભાગના સ્વસ્થ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં 2-1નો રેકોર્ડ ધરાવનાર પાકિસ્તાનની આગામી મેચ 20 ઓક્ટોબરે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે