Health Tips: વર્ષો જુની કબજિયાતથી પણ તુરંત મેળવવો હોય છુટકારો તો પલાળીને ખાઈ લેવું આ ફળ

Home Remedies For Constipation: કબજિયાત જો લાંબા સમય સુધી રહે તો તે ગંભીર રોગ પણ બની શકે છે તેથી જરૂરી છે કે તમે કબજિયાતને રોકવા માટે શરીરને હાઇડ્રેટ રાખો સાથે જ ફાઇબર યુક્ત આહારનું સેવન કરો. જો અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કબજિયાત થઈ જાય અથવા તો કબજિયાતની સમસ્યા વર્ષો જૂની હોય તો તમે તેનાથી ખજૂરની મદદથી છુટકારો મેળવી શકો છો. 

Health Tips: વર્ષો જુની કબજિયાતથી પણ તુરંત મેળવવો હોય છુટકારો તો પલાળીને ખાઈ લેવું આ ફળ

Home Remedies For Constipation: કબજિયાત એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જે અલગ અલગ કારણોને લીધે થાય છે. જેમકે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું, પર્યાપ્ત માત્રામાં ફળ કે શાકભાજી ન ખાવા, શારીરિક શ્રમનો અભાવ વગેરે. ઘણી વખત કેટલીક દવા અને મેડિકલ કન્ડિશનના કારણે પણ કબજિયાત થઈ જાય છે. કબજિયાત જો લાંબા સમય સુધી રહે તો તે ગંભીર રોગ પણ બની શકે છે તેથી જરૂરી છે કે તમે કબજિયાતને રોકવા માટે શરીરને હાઇડ્રેટ રાખો સાથે જ ફાઇબર યુક્ત આહારનું સેવન કરો.

જો અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કબજિયાત થઈ જાય અથવા તો કબજિયાતની સમસ્યા વર્ષો જૂની હોય તો તમે તેનાથી પણ દવા વિના છુટકારો મેળવી શકો છો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો ન જણાવ્યા અનુસાર કબજિયાતથી રાહત મેળવવા માટે ખજૂર એક ઉત્તમ ઉપાય છે. ખજૂર ખૂબ જ મીઠું અને પૌષ્ટિક ફળ છે તેનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ મટે છે.

આ પણ વાંચો:

ખજૂર ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે તેથી પાચનતંત્ર માટે પણ ખજૂર લાભકારી છે. ખાસ કરીને જો તમે ખજૂરને પલાળીને ખાવ છો તો તેનાથી કબજિયાત મટે છે. જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમણે રાત્રે પાણીમાં ખજૂર પલાળી દેવો જોઈએ અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. થોડા દિવસ સુધી નિયમિત રીતે પલાળેલો ખજૂર ખાશો તો વર્ષો જૂની કબજિયાત પણ દવા વિના મટી જશે.

પલાળેલો ખજૂર ખાવાની સાથે જે લોકોને કબજિયાત હોય તેમણે કેટલીક વસ્તુઓ ખાવાનું પણ ટાળવું જોઈએ. જેમ કે કબજિયાતથી બચવા માટે તળેલી વસ્તુઓ અથવા તો જેમાં ફેટનું પ્રમાણ વધારે છે તેવી વસ્તુઓ ખાવાનું ટાળો કારણકે તેનું પાચન સરળતાથી થતું નથી અને પરિણામે કબજિયાત થાય છે 

આ સિવાય જે વસ્તુઓમાં વધારે મીઠું, ખાંડ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થયો હોય છે તેવા પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ ઓછું કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news