અમદાવાદ: કોરોનાથી રક્ષણ મેળવવા 'ઇમ્યુનિટી બુસ્ટર' બનાવ્યાનો કર્યો દાવો

અનેક દેશ વેકસીન શોધી રહ્યા છે અને તેમા સફળતા હજુ નથી મળી રહી ત્યારે આયુર્વેદિક દવાથી કોરોના સામે લડી શકાશે તેવો દાવો અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ કર્યો છે. રમેશ પટેલે કોરોનાથી રાહત મેળવવા માટે ઈમ્યુનિટી બુસ્ટર બનાવ્યાનો દાવો કર્યો છે. 

Updated By: May 31, 2020, 02:08 PM IST
અમદાવાદ: કોરોનાથી રક્ષણ મેળવવા 'ઇમ્યુનિટી બુસ્ટર' બનાવ્યાનો કર્યો દાવો

અતુલ તિવારી, અમદાવાદ: અનેક દેશ વેકસીન શોધી રહ્યા છે અને તેમા સફળતા હજુ નથી મળી રહી ત્યારે આયુર્વેદિક દવાથી કોરોના સામે લડી શકાશે તેવો દાવો અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ કર્યો છે. રમેશ પટેલે કોરોનાથી રાહત મેળવવા માટે ઈમ્યુનિટી બુસ્ટર બનાવ્યાનો દાવો કર્યો છે. 

Unlock 1: ગુજરાતમાં 1 જૂનથી લાગુ થશે અનલોક 1, જાણો ગાઈડલાઈન્સની મહત્વપૂર્ણ જાહેરાતો

'સોલિવુડ અમૃત' નામનું આ ઇમ્યુનિટી બુસ્ટર કોરોના સામે રક્ષણ મેળવવા કારગર સાબિત થશે તેવો દાવો રમેશ પટેલે કર્યો છે. આ આયુર્વેદિક દવા તુલસી, એલોવેરા, લવિંગ અને અન્ય સામગ્રીઓ ભેગી કરીને બનાવવામાં આવી છે. રમેશ પટેલનો દાવો કે, જેમને પણ કોરોનાના લક્ષણ હોય અને તેઓ આ દવાનું સેવન કરે તો કોરોનાથી બચી શકાય છે.

તેમણે આ સાથે એવો પણ દાવો કર્યો કે, કોરોના પોઝિટિવ હોય તો તેવા દર્દીઓને 'સોલિવુડ અમૃત' આપવાથી 48 કલાક સુધીમાં રાહત મળશે. 'સોલિવુડ અમૃત' કોરોના ન હોય તે વ્યક્તિ દિવસમાં બે વાર અને કોરોના પોઝિટિવ હોય તેણે દિવસમાં ત્રણવાર આ દવાનું સેવન કરવાનું હોય છે. 

કાલોલ: ગૌવંશ તસ્કરીનો આરોપી કોરોના પોઝિટિવ, PSI સહિત 6 પોલીસકર્મીઓ ક્વોરન્ટાઈન કરાયા

તેમના જણાવ્યાં મુજબ 1 થી 4 વર્ષનું બાળક એક ડ્રોપ અને 4 વર્ષથી ઉપરના તમામ લોકોએ ગરમ પાણી સાથે 3 ડ્રોપ આ આયુર્વેદિક દવાનું સેવન કરવાનું હોય છે. તેમના દાવા મુજબ 5 દિવસ આ આયુર્વેદિક દવાનું સેવન કરનાર કોરોનાથી બચી શકશે અને કોરોનામુક્ત થઈ શકશે. 

જુઓ LIVE TV

જો કોરોના પોઝિટિવ હશે તેને 'સોલિવુડ અમૃત' દવા વિનામૂલ્યે આપવાનો પણ તેમણે દાવો કર્યો છે. જે લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા માગતા હોય તેમને પણ આ આયુર્વેદિક દવા આપવામાં આવશે. આ આયુર્વેદિક દવાની કિંમત 5 ml ની અંદાજે 10 હજારની આસપાસ રહેશે. 'સોલિવુડ અમૃત' નામથી રમેશ પટેલે આયુર્વેદિક દવાની પરવાનગી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી 28 મેના રોજ મેળવી.

રમેશ પટેલનો દાવો કે જો તેમને પરવાનગી મળે તો કોઈપણ કોવિડ હોસ્પિટલમાં તેઓ કોરોનાગ્રસ્ત દર્દીને આ દવા આપવા તૈયાર છે. સરકાર કે કોઈપણ હોસ્પિટલ ઈચ્છે તો આ દવાની ટ્રાયલ કરી શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube