IPL 2022: Ambati Rayudu એ પોતાના નામે કર્યો મોટો રેકોર્ડ, ધોની-રૈનાની યાદીમાં થયો સામેલ
ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતિ રાયડુએ ગુજરાત ટાઈટન્સ સામે 46 રનની ઈનિંગ્સ રમી. આ ઈનિંગ્માં અંબાતિએ પોતાનું નામ એક સ્પેશિયલ લિસ્ટમાં સામેલ કરાવ્યું.
Trending Photos
મુંબઈ: ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન અંબાતિ રાયડુએ ગુજરાત ટાઈટન્સ સામે 46 રનની ઈનિંગ્સ રમી. આ ઈનિંગ્માં અંબાતિએ પોતાનું નામ એક સ્પેશિયલ લિસ્ટમાં સામેલ કરાવ્યું. ચેન્નઈ સુપર કિંગ્સના અંબાતિ રાયડુએ 17 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં પોતાના નામે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
અંબાતિ રાયડુએ આઈપીએલમાં પોતાના 4000 રન પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ મેળવનાર તે 13મો ખેલાડી બની ગયો છે. અંબાતિ રાયડુએ ગુજરાત ટાઈટન્સ સામે 31 બોલમાં 46 રનની ઈનિંગ્સ રમી હતી. તેમાં 4 ચોક્કા અને 2 સિક્સ ફટકારી હતી. અંબાતિ રાયડુએ ઋતુરાજ ગાયકવાડ સાથે શાનદાર ભાગીદારી કરીને પોતાની ટીમને સંભાળી હતી. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો.
આઈપીએલમાં અંબાતિ રાયડુનો રેકોર્ડ:
મેચ: 181 મેચ
ઈનિંગ્સ: 169
રન: 4044
એવરેજ: 29.30
સદી: 1
અર્ધસદી: 21
સિક્સ: 154
ફોર: 337
આઈપીએલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ:
1. વિરાટ કોહલી - 6402 રન
2. શિખર ધવન - 5989 રન
3. રોહિત શર્મા - 5725 રન
4. ડેવિડ વોર્નર - 5580 રન
5. સુરેશ રૈના - 5528 રન
6. એબી ડિવિલિયર્સ - 5162 રન
7. ક્રિસ ગેલ - 4965 રન
8. રોબિન ઉથપ્પા - 4919 રન
9. એમએસ ધોની - 4848 રન
10. દિનેશ કાર્તિક - 4234 રન
11. ગૌતમ ગંભીર - 4217 રન
12. અંબાતિ રાયડુ - 4044 રન
13. અજિંક્ય રહાણે - 4021 રન
લાંબા સમયથી ચેન્નઈ ટીમનો ભાગ છે રાયડુ:
અંબાતિ રાયડુ છેલ્લાં ઘણા સમયથી ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ છે. આ ટીમ માટે તેણે 67 મેચ રમી છે. જેમાં તેના નામે 1628 રન છે. સીએકે માટે તેણે એક સદી અને સાત અર્ધસદી ફટકારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે