ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શિધર ધવનનું ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણઃ રોહિત શર્મા

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી દરમિયાન સંઘર્ષ કરનાર ધવને ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં 62 બોલમાં 92 રન ફટકારીને ટીમને 6 વિકેટે વિજય અપાવ્યો હતો. 


 

 ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શિધર ધવનનું ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણઃ રોહિત શર્મા

ચેન્નઈઃ ભારતના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શિખર ધવનનું ફોર્મમાં પરત ફરવું ખૂબ મહત્વનું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી દરમિયાન સંઘર્ષ કરનાર ધવને રવિવારે અહીં ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં 62 બોલમાં  92 રન ફટકાર્યા અને જેની મદદથી ભારતીય ટીમે પ્રવાસી ટીમને 6 વિકેટે હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. 

ધવન અને રિષભ પંત (38 બોલમાં 58 રન) ત્રીજી વિકેટ માટે 130 રન જોડ્યા જેથી ભારત 182 રનનો લક્ષ્ય હાસિલ કરવામાં સફળ રહ્યું હતું. રોહિતે મેચ બાદ કહ્યું, ટીમની નજર અને ખેલાડીઓ માટે તે મહત્વપૂર્ણ હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા તે રન બનાવે. શિખર વિશેષ રીતે તે વનડે શ્રેણીમાં સારી બેટિંગ કરતો હતો પરંતુ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. મને ખુશી છે કે તે મેચમાં વિજય અપાવનાર ઈનિંગ રમ્યો અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ફોર્મ પરત મેળવી શક્યો છે. 

તેણે કહ્યું, રિષભ મેદાનમાં આવીને રન બનાવવા માટે ભૂખ્યો છે. આ તેની માટે શાનદાર તક હતી. અમે પહેલી 6 ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. થોડો દબાવ પણ હતો. તે બંન્નેએ સારી બેટિંગ કરી અને ટીમને વિજય અપાવ્યો. ટીમ માટે મહત્વપૂર્ણ હતું કે, બંન્ને ખેલાડીઓ રન બનાવે. ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત બ્રિસબેનમાં 21 નવેમ્બરથી ત્રણ મેચોની ટી-20 શ્રેણી સાથે થશે. 

રોહિતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ સંપૂર્ણ રીતે અલગ હશે અને ભારતને 3-0ની જીતથી આત્મવિશ્વાસ લેવો જોઈએ. તેણે કહ્યું કે, ત્યાં જઈને પ્રદર્શન કરવું હંમેશા પડકારજનક રહે છે. તમે જ્યારે પણ ત્યાં જાવ તો એક ખેલાડી, વ્યક્તિ અને ટીમના રૂપમાં તમારી પરીક્ષા થાય છે. ઓસ્ટ્રેલિયામાં રમત અલગ પ્રકારની હશે. રોહિતે કહ્યું કે, હાલની શ્રેણી ભારતની તૈયારીના ભાગરૂપે સારી રહી જેમાં ફિલ્ડિંગ પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમમાં રોહિતને પણ સ્થાન મળ્યું છે પરંતુ સીમિત ઓવરનો આ ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે, તે આગળનું વિચારતો નથી. 

તેણે કહ્યું, પ્રથમ ટેસ્ટ મેચ પહેલા અમારે ટી-20 અને પ્રેક્ટિસ મેચ રમવાની છે. હું ટેસ્ટ મેચ વિશે વિચારતો નથી. હું એક એવો વ્યક્તિ છું જે આગળનું વિચારતો નથી. હું થોડા દિવસનો બ્રેક અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા જવું અને ટી20ની તૈયારી વિશે વિચારી રહ્યો છું. રોહિતે ટીમના નવા ખેલાડી ક્રુણાલ પંડ્યાની પ્રશંસા કરી અને કહ્યું કે, આ પ્રકારના નિડર ક્રિકેટરથી ભારતને ફાયદો થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news