PAK VS ENG: ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, પ્રથમ ટેસ્ટ પહેલા સ્ટોક્સ સહિત 12 સભ્યો વાયરસથી સંક્રમિત
England Team infected by a virus: પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડ ટીમ માટે પ્રથમ ટેસ્ટના એક દિવસ પહેલા ખરાબ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ કેમ્પમાં ઓછામાં ઓછા 12 સભ્યો કોઈ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
Trending Photos
રાવલપિંડીઃ England Team infected by a virus: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરૂવારથી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થવાની છે અને યજમાન ટીમે તે માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની પણ જાહેરાત કરી દીધી હતી. પરંતુ હવે ઈંગ્લેન્ડ કેમ્પમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે.
બંને ટીમો વચ્ચે બહુચર્ચિત પ્રથમ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ટીમના એક ડઝનથી વધુ સભ્ય વાયરસને કારણે બીમાર પડી ગયા છે. બીમાર પડેલા સભ્યોમાં ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ પણ સામેલ છે. આ સમાચાર બાદ તેના લાખો પ્રશંસકો માટે એક મોટો ઝટકો છે, જે 17 વર્ષમાં પ્રથમવાર પાકિસ્તાનમાં બંને ટીમો વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતા.
dailymail.co.uk ના રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ ટીમ પાસે ખુદનો શેફ છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ભોજન સાથે જોડાયેલો નથી. તે પણ કહેવામાં આવી રહ્યો છે કે આ કોરોના વાયરસ નથી. રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પ્રથમ ટેસ્ટ મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ માટે જાહેર કરેલી પોતાની પ્લેઇંગ 11માં ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લિવિંગસ્ટોનનું હવે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ થવાનું છે. આ સિવાય બેન ડકેતની 7 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમે આ પહેલાં 2005માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, જ્યારે તેણે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે