ભોજનમાં જીવાત, હોટલમાં ગંદા ઓશીકા... ભારત પ્રવાસે આવેલી ફેમસ ટેનિસ સ્ટારે સ્વચ્છતાની ધૂળ કાઢી
Dejana Radanovic : સર્બિયાની ટેનિસ સ્ટાર ડેઝાના રાદાનોવિક ત્રણ સપ્તાહના ભારતના પ્રવાસમાં એવુ અનુભવ્યુ કે, સોશિયલ મીડિયા પર લખ્યું, હવે હું ભારત પાછી ક્યારેય નહિ આવું
Trending Photos
Dejana Radanovic In India : ઈન્ક્રેડિબલ ઈન્ડિયાના બણગા ફૂંકીને વિદેશી મહેમાનોને આમંત્રિત કરતા ભારતીયોની આગતા સ્વાગતાની એક વિદેશી ટેનિસ સ્ટારે ધૂળ કાઢી છે. સર્બિયન ટેનિસ સ્ટાર ડેઝાના રાદાનોવિક હાલમાં જ એક આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ માટે ભારત આવી હતી. જોકે, તેને ભારતમાં એવા કડવા અનુભવો થયા કે તેણે સોશિયલ મીડિયા પર લાંબીલચક પોસ્ટ મૂકી કે, તે હવે ક્યારેય ભારત પાછી આવવા માંગતી નથી. ત્યારે આવી પોસ્ટ કરવા પર તે ટ્રોલ થઈ હતી. રાદાનોવિકે પોસ્ટમાં ભારતીય ભોજન, રહેણી-સહેણી, સ્વચ્છતા, ગંદકીની આલોચના કરી છે.
એરપોર્ટ પર લઈને રાદાનોવિકની ટિપ્પણી
દેશમાં અંદાજે બે સપ્તાહ વિતાવનારી રાદાનોવિકે પોતાની એક પોસ્ટમાં એરપોર્ટની તસવીર શેર કરીને કહ્યું કે, ભારતના એરપોર્ટ, હવે હુ તને ક્યારેય નહિ જોઉં. મ્યુનિચ પહોંચવા પર રાદાનોવિકે એક બીજી પોસ્ટ લખી કે, હેલો, માત્ર એ લોકો જેઓ ભારતમાં ત્રણ સપ્તાહ માટે ભારત જેવો અનુભવ કર્યો છે, તેઓ મારી ભાવના સમજી શકે છે.
તકલીફો વિશે તેણે લખ્યું કે, પરંતુ મને એ સ્વીકાર કરવો પડશે કે ત્યાંના ડ્રાઈવર અદભૂત અને અકસ્માત ક્યારેક રસપ્રદ હોય છે. તમે ક્યારેય જાણી નહિ શકો કે અહી તમારો દિવસ કેવો રહેશે અને દરેક સમયે કોઈને કોઈ હોર્ન વગાડતું રહે છે, જાણે કોઈ ટ્રાફિક રશ ગેમ રમતું હોય.
રાદાનોવિકની આ પોસ્ટની સોશિયલ મીડિયા પર આલોચના થઈ રહી છે. તેણે પોતાની આલોચના પર એક બીજી પોસ્ટ લખી. તેણે કહ્યું કે, તેની ટિપ્પણી ભારતના લોકો વિશે ન હતી, પરંતુ દેશ વિશે હતી. તેથી તેને નક્સલવાદી ન કહી શકાય. ઓહ માય ગોડ, હું વિશ્વાસ કરી શક્તી નથી કે હકીકતમાં કઈ બાબત વિશે વાત કરવાની જરૂર છે. મને ભારત દેશ પસંદ ન આવ્યો. મને ભોજન, તકલીફો, સ્વચ્છતા (ખાવામાં કીડા, હોટલમાં પીળા રંગના ઓશીકા અને ગંદી પથારીનો ઉપયોગ કરવો પડ્યો) પસંદ ન આવી.
આ ઉપરાંત રાદાનોવિકે લખ્યું કે, જો તમે મારા દેશ સર્બિયા આવો છો તમને આ બધુ પસંદ નહિ આવે તો એનો મતલબ એ છે કે તમે નક્સલવાદી છો??? નક્સલવાદનો તેની સાથે શુ સંબંધ છે. મારી પાસે અનેક દેશ અને રંગના મિત્રો છે. તેથી નક્સલવાદનો મામલો ઉઠાવવો ન જોઈએ, કારણ કે તે બકવાસ છે. 27 વર્ષીય રાદાનોવિકે પોતાના ભારત પ્રવાસ દરમિયાન પૂણે, બેંગલુરુ અને ઈ્દરોરમાં ત્રણ W50 સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે