Fifa World cup: ફીફા વિશ્વકપમાં પહોંચી ગઈ ઈરાનના આંદોલનની આગ, ટીમે સરકારના વિરોધમાં રાષ્ટ્રગીત ગાયું નહીં

Fifa World cup: ફીફા વિશ્વકપ 2022ના બીજા દિવસે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં ઈરાનની ટીમે પોતાના રાષ્ટ્ર ગીત ગાવાનો ઇનકાર કરી દીધો હતો. 

Fifa World cup: ફીફા વિશ્વકપમાં પહોંચી ગઈ ઈરાનના આંદોલનની આગ, ટીમે સરકારના વિરોધમાં રાષ્ટ્રગીત ગાયું નહીં

કતારઃ ઈરાનમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની આગ હવે ફીફા વિશ્વકપ (Fifa World Cup 2022) સુધી પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈરાનના ખેલાડીઓએ પ્રદર્શનનું સમર્થન કરતા રાષ્ટ્ર ગીત ગાવાનો ઇનકાર કરી દીધો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પહેલા ઈરાન ફુટબોલ ટીમના કેપ્ટન અલીરેઝા ઝહાનબખ્શે કહ્યુ કે ખેલાડી નક્કી કરશે કે તે સરકાર વિરુદ્ધ પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગીત ગાવાની ના પાડશે કે નહીં. ખલીફા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં જ્યારે ઈરાનનું રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું તો તમામ 11 ખેલાડી ચુપ હતા. 

ખેલાડી જ્યારે મેચ માટે મેદાનમાં ઉતર્યા તો ઈરાનના દરેક 11 ખેલાડીઓ ગંભીર મુદ્દામાં ઉભા હતા. દરેક ખેલાડી આ દરમિયાન ખુબ ભાવુક હતા. આ કારણે કતાર ફીફા વિશ્વકપે વધુ એક વિવાદને જન્મ આપી દીધો છે. 

Even some Iranian members of the crowd booed at their own anthem. pic.twitter.com/0f0UuYDnZm

— Proͥ𝔣eͣsͫsor𒆜🇮🇳 ɢʀօօȶ ™ (@desigroot) November 21, 2022

શું છે સમગ્ર ઘટના
હકીકતમાં આ વર્ષે 16 સપ્ટેમ્બરે ઈરાનમાં 22 વર્ષની મહિલા મહસા અમિનીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. ત્યારબાદ બે મહિનાથી દેશમાં ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. કુર્દ મૂળની મહસા અમનીની તેહરાનથી ધરપકડ કરવામાં આવી હતી. 

ધરપકડના ત્રણ દિવસ બાદ તેનું કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. તેના પર ઈરાનની અંદર મહિલાઓ સંબંધિત ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડ પ્રમાણે મહસાએ હિજાબ પહેર્યો નહીં જ્યારે ત્યાં મહિલાઓ માટે તે ફરજીતાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news