Dark Circles: આંખો નીચે થઇ ગયા છે ડાર્ક સર્કલ? આ રીતે મેળવી શકો છો છુટકારો

Get Rid Of Dark Circles: ડાર્ક સર્કલની સમસ્યા આજકાલ ખૂબ સામાન્ય બની ગઇ છે. એવામાં અમે અહીં તમને કેટલીક એવી રીત બતાવીશું જેને અપનાવીને તમે ડાર્ક સર્કલમાંથી  છુટકારો મેળવી શકશો. 

Dark Circles: આંખો નીચે થઇ ગયા છે ડાર્ક સર્કલ? આ રીતે મેળવી શકો છો છુટકારો

Tips To Get Rid Of Dark Circles: ડાર્ક સર્કલની સમસ્યા ખૂ સામાન્ય બની ગઇ છે. એવું એટલા માટે કારણ કે આપણે દિવસભર કોમ્યુટર સામે કલાકો સુધી કામ કરીએ છીએ. તો બીજી તરફ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી ડાર્ક સર્કલ (dark circle) થવાનો ખતરો વધી જાય છે. ચહેરા પર ડાર્ક સર્કલ્સને છુપાવવા સરળ હોતું નથી. એવામાં અમે અહીં તમને કેટલી રીત બતાવીશું જેને અપનાવીને તમે ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકશો.

બટાકાનો રસ
બટાકામાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડેંટ્સ ભરપૂર માત્રામાં હોય છે. ડાર્ક સર્કલ પર સતત બટાકાનો રસ લગાવવવાથી ધીમે ધીમે ઓછા થઇ જાય છે. તેને લગાવવા માટે પહેલાં બટાકાને નીચોવી દો. ત્યારબાદ રૂની મદદથી બટાકાના રસને આંખોની નીચે અને આસપાસના ભાગમાં લગાવો. 

ઠંડી ટી બેગ્સ
ટી બેગ્સમાં કેફીન હોય છે જે રક્તવાહિકાઓને સંકુચિત કરવામાં મદદ કરે છે અને રક્ત પ્રવાહને વધારે છે.  તેનાથી ડાર્ક સર્કલ્સ ઓછા થાય છે. તેના માટે ઉપયોગ કરવામાં આવેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ કરવાથી આંખો નીચેના કાળા કુંડાળા ઓછા થવા લાગશે. 

ઠંડુ દૂધ
ઠંડુ દૂધ સ્કીન માટે ખૂબ ફાયદકારક હોય છે. તેનો ઉપયોગ ડાર્ક સર્કલ્સ ઓછા કરવા માટે પણ કરવામાં આવે છે. તેના માટે વાટકીમાં ઠંડુ દૂધ લેવાનું છે. હવે રૂની મદદથી તે ઠંડ દૂધને આંખની નીચે લગાવવાનું છે. 10 મિનિટ સુધી તેને લગાવીને પછી ચહેરાને ઠંડા પાણી વડે ધોઇ લો. આમ કરવાથી આંખોના ડાર્ક સર્કલ દૂર થઇ જશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news