રાહુલ દ્રવિડે કરી અરજી, હેડ કોચ બનવાથી માત્ર એક ડગલું દૂર 'ધ વોલ'

પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડ હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાથી માત્ર એક ડગલું દૂર છે. તેમણે ભારતીય સીનિયર પુરૂષ ક્રિકેટ ટીમના ચીફ કોચ પદ માટે અરજી કરી છે. 

Updated By: Oct 26, 2021, 05:31 PM IST
રાહુલ દ્રવિડે કરી અરજી, હેડ કોચ બનવાથી માત્ર એક ડગલું દૂર 'ધ વોલ'

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડ હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાથી માત્ર એક ડગલું દૂર છે. તેમણે ભારતીય સીનિયર પુરૂષ ક્રિકેટ ટીમના હેડ કોચ પદ માટ અરજી કરી છે. બીસીસીઆઈના સૂત્રએ તેની પુષ્ટિ કરી છે. તેઓ ટી20 વિશ્વકપ-2021 બાદ રવિશાસ્ત્રીની જગ્યા લેશે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફીલ્ડિંગ કોચ આર.શ્રીધરનો કાર્યકાળ ટી20 વિશ્વકપ બાદ સમાપ્ત થઈ જશે. ભાકતીય ટીમના ટ્રેનર નિક વેબ પણ ટી20 વિશ્વકપ બાદ કાર્યમુક્ત થશે. 

દુબઈમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે રાહુલ દ્રવિડની સાથે બેઠક કરી અને યૂએઈમાં ટી20 વિશ્વકપ બાદ ભારતીય ટીમના કોચ બનવા માટે રાજી કર્યા. આ રીતે રવિ શાસ્ત્રીનો યુગ ખતમ થઈ જશે અને દ્રવિડ તેને રિપ્લેસ કરશે. તેઓ 2023 સુધી ટીમના કોચ બન્યા રહેશે. બીજી તરફ પારસ મ્હામ્બ્રેને બોલિંગ કોચ માટે પસંદ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ T20 WC PAK Vs NZ: આજે આ તમામ સવાલોનો જવાબ મળી જશે, સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર

દ્રવિડ હાલ બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) ના અધ્યક્ષ છે. આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ટોપ અધિકારીએ આઈપીએલ ફાઇનલ બાદ જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ બનશે. તેઓ જલદી એનસીએ ચીફ પદેથી રાજીનામુ આપશે. 

દ્રવિડ હાલમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી બીજા દરજ્જાની ભારતીય ટીમના કોચ બન્યા હતા. જ્યારે મુખ્ય ટીમ ઈંગ્લેન્ડમાં રમી રહી હતી. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડે વિરુદ્ધ ઘરેલૂ સિરીઝમાં ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચ રમવાની છે. આ પ્રવાસ ટી20 વિશ્વકપ બાદ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube