ડોનાલ્ડ ટ્રમ્પને થયો કોરોના, વિરેન્દ્ર સેહવાગે અનોખા અંદાજમાં કરી રમૂજ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) સોશિયલ મીડિયા પર તેમના રમૂજી અંદાજ માટે જાણીતા છે. અવારનાવાર સેહવાગ કોઇને કોઈ મામલે તેમના અંદાજમાં પોતાનો અભિપ્રાય લોકો સામે મુકતા હોય છે

ડોનાલ્ડ ટ્રમ્પને થયો કોરોના, વિરેન્દ્ર સેહવાગે અનોખા અંદાજમાં કરી રમૂજ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) સોશિયલ મીડિયા પર તેમના રમૂજી અંદાજ માટે જાણીતા છે. અવારનાવાર સેહવાગ કોઇને કોઈ મામલે તેમના અંદાજમાં પોતાનો અભિપ્રાય લોકો સામે મુકતા હોય છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવી છે.

હવે આ મામલે વિરેન્દ્ર સેહવાગ તેમની પ્રતિક્રિયા ન આપે આવું બની શકે નહીં. આવો જાણીએ કે ટ્રમ્પના કોવિડ-19 પોઝિટિવ આવતા વીરૂએ કેવા અનખા અંદાજમાં પોતાની વાત રાખી છે.

ઉલ્લેખનીય છે કે, વિરેન્દ્ર સેહવાગે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટમાં કોરોનાથી બચવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને એક અલગ અભિપ્રાય આપ્યો છે. સેહવાગે એક ટ્વીટમાં લખ્યું છે કે કોવિડ-19 (Covid 19)નો સામનો કરવા બાબા સેહવાગે ડોનાલ્ડ ટ્રમ્પને આશીર્વાદ આપ્યા છે. આ રમૂજી અંદાજમાં ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે તેનો જવાબ આપ્યો છે. આ ટ્વિટમાં વીરુએ બાબાના અવતારનો ફોટો પણ શેર કર્યો છે.

— Virender Sehwag (@virendersehwag) October 2, 2020

સોશિયલ મીડિયા પર સેહવાગની આ ટ્વીટ અને તસવીર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ પહેલીવખત નથી, જ્યારે વિરેન્દ્ર સેહવાગે બાબાનો અવતાર લીધો હોય અને પોતોના અભિપ્રાય આપ્યો છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર વીરૂ ઘણી વખત બાબા સેહવાગ બની ચુક્યા છે. તેમને જણાવી દઇએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ દ્વારા પોતાને અને તેમની પત્ની મેલાનિયાના કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ કરી છે.

સેહવાગે ડોનાલ્ડ ટ્રમ્પના જલદી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના
જો કે, વિરેન્દ્ર સેહવાગે આ રમૂજી અંદાજમાં પોસ્ટ દ્વારા તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાની આ ગંભીર બિમારીથી જલદીથી જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યારે ટ્રમ્પ અને તેમની પત્નીને કોવિડ-19 ગ્રસ્ત થયા બાદની પ્રતિક્રિયા અંતર્ગત અનિવાર્ય ક્વોરન્ટાઇન પીરિયડમાં રહેવું પડશે, જે ટૂંક સમયમાં શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news