વિજય હજારે ટ્રોફીઃ રિષભ પંત દિલ્હીની વનડે ટીમમાં સમાવેશ, ગંભીર કેપ્ટન

ગંભીરને એક વર્ષના સમયગાળા બાદ સુકાન સોંપવામાં આવ્યું છે. પંતનો ચાર ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વેસ્ટઈન્ડિઝ સામેની શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન મળવાની આશા છે. 

વિજય હજારે ટ્રોફીઃ રિષભ પંત દિલ્હીની વનડે ટીમમાં સમાવેશ, ગંભીર કેપ્ટન

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારનાર રિષભ પંતનો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આગામી વિજય હજારે ટ્ર્રોફીમાં દિલ્હીની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે પ્રથમ ત્રણ મેચ રમશે. 

અનુભવી ઈશાંત શર્માને ઈંગ્લેન્ડ શ્રેણી બાદ આરામ આપવામાં આવ્યો છે, જેમાં તેને પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ઈજા થઈ હતી. 

પંદર સભ્યોની ટીમનું સુકાન ગંભીરના હાથમાં રહેશે અને ટીમના વાઇસ કેપ્ટન તરીકે ધ્રુવ શોરેને જવાબદારી આપવામાં આવી છે. ગંભીરને એક વર્ષ બાદ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

પંતે ગત વર્ષે રણજી ટ્રોફી ફાઇનલમાં સુકાન સંભાળ્યું હતું. આગામી ઓક્ટોબર મહિનામાં વિન્ડીઝ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં પંતનો સમાવેશ થાય તેવી આશા છે. ટીમનો નવો ચહેરો ઓલરાઉન્ડર પ્રાંશુ વિજયરાન હશે. 

ટીમ આ પ્રકારે છે
ગૌતમ ગંભીર (કેપ્ટન), ધ્રુવ શોરે (વાઇસ કેપ્ટન), રિષભ પંત, ઉન્મુક્ત ચંદ, નીતીશ રાણા, હિંમત સિંહ, મનન શર્મા, પવન નેગી, હિતેન દલાલ, લલિત યાદવ, નવદીપ સૈની, ગૌરવ કુમાર, કુલવંત ખેજરોલિયા, સિમરજીત સિંહ, પ્રાંશુ વિજયરાન. 

દિલ્હીનો કાર્યક્રમ (મેચ કોટલા અને પાલમ મેદાન પર રમાશે)

20 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર સામે

21 સપ્ટેમ્બર હૈદરાબાદ સામે

24 સપ્ટેમ્બર ઉત્તર પ્રદેશ સામે

26 સપ્ટેમ્બર ઓડિશા સામે

28 સપ્ટેમ્બર કેરલ સામે

2 ઓક્ટોબર આંધ્ર સામે

4 ઓક્ટોબર મધ્યપ્રદેશ સામે

8 ઓક્ટોબર છત્તીસગઢ સામે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news