સુરત: હિટ એન્ડ રનની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડનું મોત, અકસ્માત CCTVમાં કેદ

શહેરના હજીરાની રિલાયન્સ કંપનીના ગેટ નં 4ની પાસે એક બાઇક ચાલકે શનિવારે મોડી રાત્રે એકને અડફેટે લેતા તેનું મોત થયું હતું.

Updated By: Sep 16, 2018, 02:57 PM IST
સુરત: હિટ એન્ડ રનની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડનું મોત, અકસ્માત CCTVમાં કેદ

તેજસ મોદી/સુરત: શહેરના હજીરાની રિલાયન્સ કંપનીના ગેટ નં 4ની પાસે એક બાઇક ચાલકે શનિવારે મોડી રાત્રે એકને અડફેટે લેતા તેનું મોત થયું હતું. બાઇક ચાલક ફૂલ સ્પિડમાં આવી રહ્યો હતો, તે દરમિયાન રિલાયન્સના સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને સીસીટીવીમાં કેદ થઇ હતી. હજીરા પોલીસે ફુટેજના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.