WPL 2023: ઓક્શન પહેલાં ગુજરાત જાયન્ટ્સે ધમાકેદાર અંદાજમાં લોન્ચ કર્યો લોગો

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ વર્ષથી વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ માટે આવતીકાલે હરાજી યોજાવાની છે. આ પહેલાં અમદાવાદ બેસ્ડ ફ્રેન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સે પોતાના લોગોનું અનાવરણ કર્યું છે. 

WPL 2023: ઓક્શન પહેલાં ગુજરાત જાયન્ટ્સે ધમાકેદાર અંદાજમાં લોન્ચ કર્યો લોગો

અમદાવાદઃ મહિલા IPLની પ્રથમ સિઝનમાં ગજરાત જાયન્ટ્સની ટીમ  મિતાલી રાજની દેખરેખ હેઠળ રમશે.મહિલા પ્રીમિયર લીગની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી ગુજરાત જાયન્ટ્સ છે. ગુજરાત જાયન્ટ્સની ટીમે લીગની શરૂઆત પહેલા જ 12  ફેબ્રુઆરીએ તેના લોગોનું અનાવરણ કર્યું છે. તમને જણાવી દઈએ કે મહિલા IPLની પ્રથમ સિઝન 4 માર્ચથી 26 માર્ચ સુધી રમાશે.. બીજી તરફ પ્રથમ સિઝન માટે મહિલા ખેલાડીઓની હરાજી 13  ફેબ્રુઆરીએ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થવા જઈ રહી છે.

ગજરાત જાયન્ટ્સની ટીમના લોગોનું અનાવરણ 
ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે તૈયાર કરાયેલ લોગોમાં ટીમના નામ સાથે ગર્જના કરતો સિંહ જોવા મળે છે. ગુજરાત જાયન્ટ્સે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વિશે માહિતી આપી..લખ્યું કે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે ટીમનો લોગો રજૂ કરી રહ્યો છે. એશિયાનો ગર્જના કરતો સિંહ કોઈપણ પડકાર માટે તૈયાર છે. ટીમના લોગોમાં એશિયાનો ગર્જના કરતો સિંહ કોઈ પણ પડકાર માટે તૈયાર છે. 

The Asiatic Lion, found only in Gujarat's Gir National Park, is an enduring symbol of the state.

— Gujarat Giants (@GujaratGiants) February 12, 2023

 સાથે જ આ સિંહની ખાસ વાત એ છે કે આ પ્રકારના સિંહ માત્ર ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં જ જોવા મળે છે. ગુજરાત જાયન્ટ્સની ટીમમાં કયા ખેલાડીઓ હશે સામેલ તે અંગેની માહિતી 13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી બાદ જાણી શકાશે.

 જુઓ ગજરાત જાયન્ટ્સની ટીમનો લોગો
 ગજરાત જાયન્ટ્સની ટીમમાં ભારતીય ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અને અનુભવી મહિલા ક્રિકેટર મિતાલી રાજ મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. અદાણી સ્પોર્ટ્સ લાઈને ગુજરાત  જાયન્ટ્સ ટીમને 1,289 કરોડ રૂપિયામાં ખરીદી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news