IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના યુવા ખેલાડીનો અકસ્માત, ઓક્શનમાં થયો હતો માલામાલ

Gujarat Titans: આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમને એક ઝટકો લાગ્યો છે. ટીમના એક યુવા ખેલાડીનો અકસ્માત થયો છે.

IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના યુવા ખેલાડીનો અકસ્માત, ઓક્શનમાં થયો હતો માલામાલ

Gujarat Titans IPL 2024: આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. આ સીઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સને ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સના એક ખેલાડીનું એક્સિડેન્ટ થઈ ગયું છે. આ ખેલાડીની બાઇક એક અન્ય બાઇક સાથે ટકરાઈ છે. રિપોર્ટ પ્રમાણે આ ખેલાડીને જમણા ઘૂંટણમાં સામાન્ય ઈજા થઈ છે. 

આ યુવા ખેલાડીનો થયો અકસ્માત
આઈપીએલ 2024ની શરૂઆત પહેલા યુવા ખેલાડી રોબિન મિંઝ ઈજાગ્રસ્ત થયો છે. ગુજરાત ટાઈટન્સે રોબિન મિંઝને આઈપીએ 2024ની હરાજીમાં 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટ પ્રમાણે 21 વર્ષીય રોબિન મિંઝ કાવાસાકીની સુપરબાઇક ચલાવી રહ્યો હતો અને સામે આવી રહેલી બાઇક સાથે ટક્કર થઈ હતી. આ દરમિયાન તેની બાઇકનો આગળનો ભાગ ડેમેજ થયો હો. આ દુર્ઘટનામાં રોબિનને સામાન્ય ઈજા થઈ છે.

પિતાએ કરી અકસ્માતની પુષ્ટિ
રિપોર્ટ પ્રમાણે રોબિન મિંઝના પિતા ફ્રાન્સિસ મિંઝે અકસ્માતની પુષ્ટિ કરી છે. રોબિન મિંઝના પિતા ફ્રાન્સિસ મિંઝે કહ્યુ કે રોબિનની બાઇક બીજી બાઇક સાથે અથડાઈ હતી. જેના કારણે રોબિનને સામાન્ય ઈજા થઈ છે. તે ડોક્ટરની દેખરેખમાં છે. નોંધનીય છે કે રોબિન આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર છે. તેની પહેલા કોઈ આદિવાસી ખેલાડી આઈપીએલ સુધી પહોંચ્યો નથી. તો રોબિન ઝારખંડ માટે અન્ડર-19 અને અન્ડર-25 માં રમી ચૂક્યો છે. 

24 માર્ચે ગુજરાત ટાઈટન્સની પ્રથમ મેચ
આઈપીએલની શરૂઆત 22 માર્ચથી થવાની છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેપોકમાં થશે. તો ગુજરાત ટાઈટન્સ પોતાના અભિયાનની શરૂઆત 24 માર્ચે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news