વિશ્વકપમાં કર્યું હતું કમાલનું પ્રદર્શન, આખરે કઈ ભૂલને કારણે અય્યર બન્યો વિલન, જાણો ઇનસાઇડ સ્ટોરી
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને હજુ પણ ચર્ચા ચાલી રહી છે. ઈશાન કિશનની સાથે શ્રેયસ અય્યરને આ લિસ્ટમાં જગ્યા આપવામાં આવી નથી. પરંતુ હવે અય્યરને લઈને કેટલીક વાતો સામે આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા ન મળ્યા બાદ શ્રેયસ અય્યરના ફેન્સે તેના માટે સોશિયલ મીડિયા પર મોર્ચો ખોલી દીધો છે. શ્રેયસના ફેન્સનું કહેવું છે કે બીસીસીઆઈએ થોડા મહિના પહેલા 50 ઓવર વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરનાર અય્યર સાથે અન્યાય કર્યો છે. અય્યરે વિશ્વકપમાં 530 રન બનાવ્યા હતા, જેમાં સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સદી પણ સામેલ છે.
હકીકતમાં બીસીસીઆઈએ અય્યરને વિકેટકીપર ઈશાન કિશનની સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓની યાદીમાંથી તે માટે બહાર કર્યો કારણ કે તે કથિત રીતે ક્રિકેટ બોર્ડ સચિવ જય શાહના ઘરેલુ લાલ બોલ ક્રિકેટ રમવાના નિર્દેશનું પાલન કરી રહ્યાં નહોતા. સામાન્ય ધારણા છે કે અય્યરનું અહંકારી વલણ તેના માટે નુકસાનકારક સાબિત થયું, પરંતુ દરેક કહાનીના બે પાસા હોય છે અને ખેલાડીને નજીકથી જાણકાર લોકોનું માનવું છે કે 29 વર્ષીય અય્યરની સાથે અન્યાય થયો છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ બાદ, અય્યરે ટીમ મેનેજમેન્ટને સતત પીઠના દુખાવા વિશે જણઆવ્યું જે તેને ક્રીઝ પર લાંબા સમય સુધી ટકવા માટે રોકી રહ્યો હતો. પછી તેને અંતિમ ત્રણ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો અને રણજી ટ્રોફી રમવા માટે કહેવામાં આવ્યું. અય્યરે મુંબઈના મુખ્ય પસંદગીકાર રાજૂ કુલકર્ણીને ફોન કરી જણાવ્યું કે તેની પીઠમાં સમસ્યાને કારણે તેણે બરોડા વિરુદ્ધ રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થવું પડશે. તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ ન થયો અને એનસીએમાં ખેલ વિજ્ઞાન અને ચિકિત્સા પ્રમુખ નિતિન પટેલે એક ઈમેલ કરી તેને ફિટ જાહેર કરી દીધો.
કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે પીઠમાં દુખાવાનો હવાલો આપતા મુંબઈ માટે રણજી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થવાં છતાં અય્યર મુંબઈમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ એકેડમીમાં ગયો અને કેકેઆર કોચોના માર્ગદર્શનમાં ટ્રેનિંગ કરી. જ્યારે રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને આ વિશે ખબર પડી તો તે ખુબ ગુસ્સામાં હતા. અગરકર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને અંતિમ રૂપ આપવા માટે જવાબદાર હતો અને અય્યરને તેમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે