8 જ દિવસમાં ક્રિકેટરની કારકીર્દી પૂરી : આજે SBIમાં કરે છે નોકરી, ગાંગુલી-દ્રવિડની ટીમમાં હતો

ઘણા ક્રિકેટરોએ મૌકાની રાહ જોઈને હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટમાં પ્રતિભાની કોઈ કમી નથી. 24 વર્ષ બાદ આ ખેલાડીએ પોતાના કરિયરની કહાણી જણાવી છે, જેની કરિયર BCCI સેક્રેટરીના એક નિર્ણયને કારણે ખતમ થઈ ગઈ છે.

8 જ દિવસમાં ક્રિકેટરની કારકીર્દી પૂરી : આજે SBIમાં કરે છે નોકરી, ગાંગુલી-દ્રવિડની ટીમમાં હતો

BCCI Cricket: તમે જોરદાર નસીબ ધરાવતા હો તો જ ક્રિકેટમાં ટકી શકો છો નહીં તો તમે કયારે ફેંકાઈ જશો એની કોઈ ગેરંટી નથી. ઘણા ક્રિકેટરોએ મૌકાની રાહ જોઈને હવે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટમાં પ્રતિભાની કોઈ કમી નથી. દર વર્ષે ઘણા નવા ચહેરાઓ સામે આવે છે, પછી તે બેટ્સમેન હોય, ઓલરાઉન્ડર હોય કે બોલર હોય. પરંતુ તેમાંથી અમુક જ નસીબ અને પ્રતિભાના આધારે ટીમ ઈન્ડિયામાં સફળ થાય છે. 24 વર્ષ બાદ આ ખેલાડીએ પોતાના કરિયરની કહાણી જણાવી છે, જેની કરિયર BCCI સેક્રેટરીના એક નિર્ણયને કારણે ખતમ થઈ ગઈ છે.

Gyanendra Pande
અમે વાત કરી રહ્યા છીએ જ્ઞાનેન્દ્ર પાંડેની જેમના ડોમેસ્ટિક ક્રિકેટમાં આંકડા જબરદસ્ત છે.  તે ગાંગુલી અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો સાથે ક્રિકેટ રમ્યો હતો. પાંડેએ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી વર્ષ 1999માં પાકિસ્તાન સામે કરી હતી. 

પાંડેએ દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી અને ચેલેન્જર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. પરંતુ કમનસીબે આ તેજસ્વી ઓલરાઉન્ડરની કારકિર્દી એક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ ગઈ. પાકિસ્તાન બાદ તેની અવગણના કરવામાં આવી હતી. હવે આ ખેલાડીએ 24 વર્ષ પછી પોતાની સ્ટોરી પર મૌન તોડ્યું છે. તેણે બીસીસીઆઈના પૂર્વ સચિવ જયવંત લેલે વિશે મોટી વાત કહી છે. જેના આધારે આ ક્રિકેટરની ઉગતી કારકીર્દી ડૂબી ગઈ અને આજે તે એસબીઆઈ બેન્કમાં નોકરી કરે છે. 

પાંડેએ શું કહ્યું?
પાંડેના કહેવા પ્રમાણે, તેની અવગણના કરવામાં આવી હતી અને તે ન્યુઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં જગ્યા બનાવી શક્યો હોત. તેણે લલનટોપને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મેં 1997માં સારું પ્રદર્શન કર્યું હતું. દુલીપ ટ્રોફીની ફાઇનલમાં મેં 44 રન બનાવ્યા અને ત્રણ વિકેટ લીધી. દેવધર ટ્રોફીમાં મારું પ્રદર્શન અસાધારણ હતું. નોર્થ ઝોનમાં વિક્રમ રાઠોડ, વિરેન્દ્ર સેહવાગ અને નવજોત સિદ્ધુનો સમાવેશ થાય છે. 

મેં પાંચ વિકેટ લીધી અને અણનમ 23 રન બનાવ્યા. મેં વેસ્ટ ઝોન સામે અણનમ 89 રન બનાવ્યા અને ઈસ્ટ ઝોન સામે 2-3 વિકેટ લીધી. સાઉથ ઝોન સામે મેં અણનમ 28 કે 30 રન બનાવ્યા અને 2-3 વિકેટ લીધી. ચેલેન્જર ટ્રોફીમાં મેં રોબિન સિંહ અને અમય ખુરસિયાને આઉટ કર્યા હતા. ઈન્ડિયા A માટે મેં 26 રનમાં બે વિકેટ લીધી અને પછી મને ઈન્ડિયા માટે મોકો મળ્યો હતો. આ વાત વર્ષ 1999ની છે.

'અમે તેને સંભાળી શક્યા નહીં'
લલનટોપમાં ઉલ્લેખ કરાયો છે કે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે અચાનક બીસીસીઆઈ સેક્રેટરીનું નિવેદન આવ્યું, 'જો કુંબલેએ બ્રેક માંગ્યો છે, તો ડાબોડી સ્પીનર તરીકે સુનિલ જોશીને કેમ પસંદ ન કર્યો?' આના પર પાંડેએ જવાબ આપ્યો, 'લેલેજીએ જે કહેવું હતું તે વિશે વિચારવું જોઈતું હતું. તેમણે મારું પ્રદર્શન જોવું જોઈએ. તેઓ અમ્પાયર પણ હતા.

હું સમજું છું, તે મારી ભૂલ હતી. મને યુક્તિઓ ખબર નહોતી, મને સમજાયું નહીં કે આ વસ્તુઓ કેવી રીતે કામ કરે છે. હું તેને સંભાળી શક્યો નહીં અને તેથી બદનામ થયો. મીડિયાએ પણ મારી સ્ટોરી પ્રકાશિત કરી નથી. કોઈ મને કંઈ પૂછવા ન આવ્યું. તેમણે માત્ર ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પાંડે હવે SBIમાં PR એજન્ટ તરીકે કામ કરે છે. આમ ક્રિકેટમાં ક્યારે કયા ખેલાડીની કારકીર્દી પૂરી થઈ જાય તે કહેવું જ મુશ્કેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news